કોલવડા હોસ્પિટલમાં દર મીનીટે ૨૮૦ લીટર ઉત્પન્ન થતા ઓક્સિજન પ્લાન્ટનો આરંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 11:39:42
  • Views : 287
  • Modified Date : 2021-04-25 11:39:42

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમા ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ છે. એક તરફ હોસ્પિટલમાં કાગારોળ મચી રહી છે. તેવા સમયે જિલ્લાના કોલવડા ખાતે કોવિંડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે દર મીનીટે ૨૮૦ પીએસએ  ઓક્સિજન ઉત્પન્ન થતા પ્લાન્ટનો કેન્દ્રિય ગુહમંત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો. જ્યારે આગામી સમયમાં રાજ્યમાં નવા ૧૧ પ્લાન્ટ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
અમિત શાહે કહ્યું હતું કે, કોલવડામાં આજે ૬૬ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનશે. દર મિનિટે ૨૮૦ લીટર ઓક્સિજન દર્દીઓને મળશે એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં. નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં નવા ૧૧ પીએસએ  ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે.
વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું  પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે જે અન્ય લોકોને મદદરૂપ થશે. નીતિન
પટેલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર વખતે જે રીતે કામગીરી કરી હતી એજ રીતે આજે પણ કોરોનાની બીજી લહેરમાં મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે આ બીજા તબક્કામાં પણ આપણે કોરોનાને હરાવીને ગુજરાતના નાગરિકોને બહાર લાવીને સુરક્ષિત કરીશુ. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડીઆરડીઓના સહયોગથી ૧૨૦૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત બનશે જેમાં ૬૦૦ બેડ આઈસીયુની સુવિધા ધરાવતા હશે.

Download Our B K News Today App



Related News