બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને મંજૂરી, ભારતમાં પણ આ સપ્તાહે અપ્રૂવલની આશા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 13:45:19
  • Views : 186
  • Modified Date : 2020-12-30 13:45:19

    બ્રિટને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી ડેવલપ કરવામાં આવેલી કોરોના વેક્સિન-કોવીશીલ્ડને ઈમરજન્સી અપ્રૂવલ આપી દીધી છે. આગામી સપ્તાહથી આ વેક્સિન પણ સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ થઈ જશે. આ ભારત માટે સારા સમાચાર છે, કારણ કે આમા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઝડપથી કોવીશીલ્ડ માટે ઈમરજન્સી અપ્રૂવલ મળવાનો રસ્તો ખૂલી ગયો છે.

    બ્રિટનમાં આ વખતે માત્ર ફાઈજર-બાયોએનટેકની વેક્સિનને ઈમજન્સી અપ્રૂવલ મળ્યું હતું. સરકારી ડેટાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી લગભગ છ લાખ લોકોને વેક્સિનેટ કરાઈ ચૂક્યાં છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં દાવો કર્યો કે વેક્સિનનો પહેલો ડોઝ બુધવારે રિલીઝ થશે.વેક્સિનેશન નવા વર્ષની શરૂઆતથી શરૂ કરાશે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીની બ્રિટન સરકારને 10 કરોડ ડોઝ સપ્લાઈ ડીલ થઈ છે.SIIએ ડ્રગ રેગ્યુલેટર પાસે કોવીશીલ્ડ માટે જ ઈમરજન્સી અપ્રૂવલ માંગ્યું છે. ગત સપ્તાહે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ કહ્યું હતું કે, બ્રિટનમાં આ વેક્સિનને અપ્રૂવલ મળ્યા પછી જ આ અંગે વિચારણા કરાશે. આ સંબંધમાં કમિટિએ SIIએ અમુક ડેટા માંગ્યો હતો, જે ગત સપ્તાહે જમા કરાવી દેવાયો છએ. અદાર પૂનાવાલાએ બે દિવસ પહેલા જ કહ્યું હતું કે, વેક્સિનને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અપ્રૂવલ મળવાની આશા છે.

    પૂનાવાલાએ એવું પણ કહ્યું કે, કંપનીએ પોતાના જોખમે 50 થી 60 લાખ ડોઝ તૈયાર કરી લીધા છે. ફેબ્રુઆરી સુધી 10 કરોડ વેક્સિન ડોઝ તૈયાર કરી લેવાશે. જેવી જ ઈમર્જન્સી અપ્રૂવલ મળી જશે, વેક્સિનની ડિલેવરી શરૂ થઈ જશે. સરકારને 250 રૂપિયા અને સામાન્ય ભારતીયોને 500 રૂપિયામાં વેક્સિનનો ડોઝ મળશે.એસ્ટ્રાજેનેકાએ 23 નવેમ્બરે આના ત્રીજા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામ જાહેર કરવામાં આવ્યાં. જેના જણાવ્યા પ્રમાણે, જ્યારે એક હાફ અને એક ફુલ ડોઝ આપવામાં આવ્યો તો તે 90% અસરકારક ન હતી. સાથે જ બે ફુલ ડોઝ આપ્યાં તો તે 62 ટકા અસરકારક રહ્યાં. SIIએ આ વેક્સિનના ડોઝ મેન્યૂફેક્ચર કરવાનો કરાર કર્યો છે.


Download Our B K News Today App



Related News