ખાનગી શાળામાથી 2969 જેટલા બાળકો સરકારી શાળામાં પ્રવેશ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 17:37:31
  • Views : 546
  • Modified Date : 2019-11-25 17:37:31

ખાનગી શાળાઓમાંથી બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં આવેલી સરકારી પ્રાથમીક શાળાઓમા 2969 બાળકો પ્રવેશ મેળવતા રાજ્યમા બનાસકાંઠા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી પ્રથમ જ્યારે સંખ્યાની દ્રષ્ટીએ રાજ્યમા ત્રીજા નંબરે આવતા ગુરૂવારે અમદાવાદ ખાતે બનાસકાંઠા જીલ્લા શિક્ષણ સમિતીનુ પ્રતિબદ્ધતા સન્માન કરાયુ હતુ.જેમાં ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામા પ્રવેશ મેળવનારા બાળકોની વિશેષ સંખ્યા સિદ્ધી મેળવનારા જીલ્લા તથા નગર શિક્ષણ સમિતિઓનુ પ્રતિબદ્ધતા સન્માન અમદાવાદ ખાતે યોજાયુ હતુ. જેમા બનાસકાંઠામા આવેલી ખાનગી શાળાઓમાથી 2969 વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમીક શાળામા પ્રવેશ મેળવતા બનાસકાંઠા જીલ્લો તાલુકાની સરકારી શાળાઓની દ્રષ્ટીએ પ્રથમ નંબરે રહ્યો હતો.જ્યારે સંખ્યાની દ્રષ્ટીએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.જેને લઇ બનાસકાંઠા જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિને રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને હસ્તે શિલ્ડ તેમજ ખાદીના વસ્ત્રથી સન્માન કરાયુ હતુ.

Download Our B K News Today App



Related News