ઓવૈસી અમદાવાદ આવીને ખાનપુરની લક્ઝુરિયસ હોટેલમાં AIMIMના જીતેલા ઉમેદવારને મળ્યા, હવે નવી રણનીતિ ઘડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 12:19:23
  • Views : 340
  • Modified Date : 2021-02-25 12:19:23

    અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં શહેરમાં કોંગ્રેસનો ગઢ ગણાતા જમાલપુર ને મક્તમપુરા જેવા વિસ્તારોમાં આ વખતની ચૂંટણીમાં અસદુદ્દિન ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવારોએ સપાટો બોલાવ્યો છે. બીજી બાજુ શહેરમાં લઘુમતિ મતદારોએ કોંગ્રેસને જાકારો આપીને AIMIMને 7 સીટ અપાવી છે. અમદાવાદમાં ઓવૈસીની માત્ર એક સભા કરીને કોર્પોરેશનમાં એન્ટ્રી થતાં જ કોંગ્રેસમાં ફાળ પડી છે. અસદુદ્દિન ઓવૈસી અમદાવાદમાં AIMIMના જીતેલા ઉમેદવારોને મળવા માટે ખાનપુર ખાતેની એક લક્ઝુરિયસ હોટેલમાં આવ્યાં હતાં. તેઓ તમામ ઉમેદવારને મળ્યા હતા.

    ઓવેસી ઇફેક્ટ અમદાવાદ શહેરમાં દેખાઈ હતી અને લઘુમતિ વિસ્તરમાં કોંગ્રેસનું ગણિત ફેરવી નાખ્યું છે.હવે આગામી 2022ની વિધાનસભામાં કોંગ્રેસના બાપુનગર અને ખાડીયા સહિત જમાલપુર વિસ્તારમાં ગાબડું પડે તેવા સમીકરણો રચાયા છે. તેની સાથે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ચિંતામાં મુકાયા છે.
ઓવૈસી હવે 2022માં પણ વિધાનસભામાં પોતાની પાર્ટીના ઉમેદવાર ઉભા રાખશે તે માટે પ્રયાસ શરૂ કર્યા છે.બીજી તરફ ગઈકાલે ખાનપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીતેલા તમામ AIMIMના જીતેલા ઉમેદવારોને મળીને આગળની રણનીતિ માટે પણ ધ્યાન દોર્યું હતું.

    ઓવૈસીએ અમદાવાદમાં પગપેસારો કરી લીધો છે. ત્યારે હવે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ AIMIMના ઉમેદાવરોને ઉભા રાખવામા આવ્યાં છે. રાજ્યમાં ઓવૈસીએ ભરુચ અને અમદાવાદમાં સભાઓ ગજવી હતી. ત્યાર બાદ હવે મોડાસામાં પણ સભાઓ ગજવશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. કોંગ્રેસને મોડાસામાં ઓવૈસીની એન્ટ્રીથી ફાળ પડી ગઈ છે. જેથી હવે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ AIMIMના ઉમેદવારો કોંગ્રેસની બાજી બગાડી શકે છે.

    જમાલપુરમાં ધારાસભ્ય પણ કોંગ્રેસી હોવા છતાં આખી પેનલ ઓવૈસીએ આંચકી લીધી છે જ્યારે બહેરામપુરામાં પણ ભારે રસાકસી પછી કોંગ્રેસનો વિજય થયો છે. લઘુમતિ વિસ્તારની વોટિંગની પેટર્ન જોતા આવનારી 2022ની વિધાનસભામાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી શકે તેવું રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે. લઘુમતિ વોટ બેંક અત્યાર સુધી કોંગ્રેસ પાસે હતી પરંતુ મ્યુનિ.ની ચૂંટણીમાં તેમણે ઓવૈસીનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું જોવા મળ્યું છે.

    ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય તો થયો પરંતુ આમ આદમી પાર્ટી અને ઔવેસીની AIMIMની એન્ટ્રી થતા ભાજપમાં ભય ફેલાઈ ગયો છેકે, કૉંગ્રેસ કાઢતા આપ અને ઔવેસી આવી ગયા, એટલે હવે ભાજપ માટે એક નહીં ત્રણ વિપક્ષને ટક્કર આપવી પડશે. ખાસ કરીને મહાનગરપાલિકામાં આપ અને ઔવેસીને બેઠકો મળતા હવે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે કપરું બની શકે તેમ છે.


Download Our B K News Today App



Related News