ધાનેરા તાલુકાના માર્ગો ઉપર બેફામ દોડતા ઓવરલોડ રેતીના ડમ્પરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 13:37:11
  • Views : 474
  • Modified Date : 2019-06-09 13:37:11

ધાનેરામાં ઓવરલોડ રેતી ભરીને રોજના ૨૦૦ થી વધારે ડમ્પરો બેફામ દોડી રહ્યા છે, તેમ છતાં ધાનેરા પોલીસ કે આર.ટી.ઓ. દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી.  આ ડમ્પરોને આગળ પાછળ નંબર પ્લેટો ન હોવાથી અક્સ્માત કરીને બારોબાર ભાગી જવાના બનાવો પણ બની રહ્યા છે.બનાસનદીની રેતીનું મોટા પાયે ખનન થઇ રહ્યુ છે.  બનાસનદીની સોના જેવી રેતી રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં પહોંચી રહી છે તેમ છતાં ખાણખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે.  ઓવરલોડ રેતી ભરીને ડમ્પરો બેફામ રાજસ્થાનમાં જાય છે. ત્યારે આ બાબતે લોકો દ્વારા અનેકવાર ધાનેરા પોલીસ તેમજ થાવર આર.ટી.ઓ. ને જાણ કરવા છતાં હપ્તાના જોરે આ ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે.  આ ડમ્પરો અવાર નવાર અકસ્માતો પણ સર્જી રહ્યા છે. ડમ્પરો રેતી ભરી ને જતા હોવાથી તેની પાછળ ઉડતી રેતીના કારણે અનેકવાર  બાઇકો વાળા આ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેમજ આ ડમ્પરોને આગળ પાછળ નંબર ન હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બીજી તરફ બાઇકો કે ટ્રેકટરવાળા હોત અને તેમને નંબર પ્લેટ ટુટેલ હોય તો પણ તેમને મેમાઓ આપી દેવામાં આવતા હોય છે.




Download Our B K News Today App



Related News