ધાનેરામાં ઓવરલોડ માલ ભરીને જતા ૩ ડમ્પરો સામે કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 04:58:34
  • Views : 452
  • Modified Date : 2019-04-26 04:58:34

ધાનેરામાં ઓવરલોડ રેતી ભરીને રોજના ૨૦૦ થી વધારે ડમ્પરો બેફામ દોડી રહ્યા છે તેમ છતાં ધાનેરા પોલીસ કે આર.ટી.ઓ. દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પરંતુ પાલનપુરની ફલાઈંગ ટીમે ધાનેરા ખાતેથી પસાર થતા ઓવરલોડ ત્રણ ડમ્પરો પકડયા હતા. જેમાં બે ડમ્પરો બારોબાર ભાગી ગયા હતા. જ્યારે એકને પકડીને સીઝ કર્યુ હતું.બનાસનદીની રેતીનું મોટા પાયે ખનન થઇ રહ્યુ છે.  બનાસનદીની સોના જેવી રેતી રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં પહોંચી રહી છે તેમ છતાં ખાણખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે. ઓવરલોડ રેતી ભરીને ડમ્પરો બેફામ રાજસ્થાનમાં જાય છે ત્યારે આ બાબતે લોકોએ અનેકવાર ધાનેરા પોલીસ તેમજ થાવર આર.ટી.ઓ.ને જાણ કરવા છતાં હપ્તાના જોરે આ ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે. ત્યારે ગુરુવારે પાલનપુર આર.ટી.ઓ. કચેરીથી ફલાઈંગ સ્ક્વોર્ડમાં આવેલા મોટર વાહન નિરીક્ષક અંકિત પંચાલે ધાનેરા પાસે ડીસાથી ધાનેરા તરફ આવતા ત્રણ ડમ્પરોને ઉભા રખાવ્યા હતા અને તેઓ ઓવરલોડ રેતી ભરેલ જણાતાં તેમને થાવર આર.ટી.ઓ. કચેરી ખાતે લાવવાનું કહેતા બે ડમ્પરો બારોબાર ભાગી ગયા હતા. જ્યારે એકને પકડીને થાવર ખાતે લાવી તપાસ કરતાં તેમાંથી ૧૩ ટન કરતાં પણ વધારે ઓવરલોડ મળી આવતા તે ગાડીને મેમો આપી સીઝ કરી હતી અને થાવર આર.ટી.ઓ. કચેરી ખાતે રાખવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News