પાલનપુર-છાપી પંથકમાંથી ઓવરલોડ ૪ વાહનો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 10:40:13
  • Views : 656
  • Modified Date : 2019-06-15 10:40:13

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી કરતા ઓવરલોડ વાહનોની હેરાફેરી સામે ભૂસ્તરશાસ્ત્રીએ તવાઈ હાથ ધરી છે. વડગામના છાપી અને પાલનપુર પંથકમાંથી ૩ ઓવરલોડ ડમ્પર અને ૧ ટ્રેક્ટર સહિત કુલ રૂ.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રીએ ભૂમાફિયાઓ સામે તવાઈ હાથ ધરી છે. રોયલ્ટી ચોરીને પકડી પાડવા અને ખનન પ્રવૃત્તિને રોકવા સહિત ઓવરલોડ વાહનો સામે ખાણ -ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમય થી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાસ જોષીએ જણાવ્યું હતું કે, વડગામ તાલુકાના છાપીમાં ઓવરલોડ વહન કરતા બે ડમ્પર અને રજોસણા ગામેથી એક ઓવરલોડ ટ્રેક્ટર ઝડપાયુ હતું. જયારે પાલનપુર તાલુકાના ધનિયાણા ચોકડી પાસેથી પણ એક ઓવરલોડ ડમ્પર ઝડપાયું હતું.  ત્યારે ખાણ ખનીજ વિભાગે આ અંદાજે રૂ.૫૦ લાખના મુદ્દામાલ સાથે આ ચારે વાહનોને જપ્ત કરી પાલનપુર કલેકટર કચેરી ખાતે લાવવા માં આવ્યા હતા. જ્યાં આ ચારે વાહનોના માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે રૂ.૪ લાખનો દંડ ફટકારવામાં આવશે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા ઠેરઠેર ખનન પ્રવૃત્તિ કરી મોટાપાયે રોયલ્ટીની ચોરી કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડાઈ રહ્યો છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.



Download Our B K News Today App



Related News