ડીસામાં તકલાદી રોડની ભરમાર : નવા બનેલ રોડ માત્ર કલાકોમાં તૂટી જતાં નગરપાલિકાની કામગીરી પર ઉઠયા અનેક સવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:49:04
  • Views : 238
  • Modified Date : 2022-01-17 12:49:04

પહેલા નેમિનાથ નગર અને હવે વાડીરોડ વિસ્તાર... અહી તાજેતરમાં જ ડીસા નગરપાલિકા દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યા હતા.. અને અહી બનાવવામાં આવેલા ડામર રોડ બન્યા બાદ ગણતરીના કલાકોમાં તૂટી જતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે.. પાલિકા દ્વારા ડીસામાં જ્યાં આ ડામર રોડ બનાવવામાં આવ્યા છે તે ડામર રોડ પર કલાકો વિત્યા બાદ રોડ પરથી કપચી ઊખડવા માંડી છે.. એટ્લે સમજી શકાય છે કે આ રોડની ગુણવત્તા કેટલી હશે.. અને ડીસા નગરપાલિકાના એંજિનિયર દ્વારા આ રોડ બનાવવાની કામગીરીનું કેવું નિરીક્ષણ કરવામાં આવ્યું હશે... ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં શહેરના મુખ્ય સ્મશાન તરફ જતાં માર્ગ પર તાજેતરમાં જ ડીસા નગરપાલિકા દ્વારા ડામર કામ કરવામાં આવ્યું હતું.. આ કામ પૂરું થયાને તો હજુ ગણતરીના કલાકો થયા છે.. અને અત્યારે આ માર્ગ પરથી પણ કપચીઓ ઊખડવા માંડી છે.. આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે કે ડીસામાં જે રોડ તૈયાર થઈ રહ્યા છે તેની ગુણવત્તા કેટલી છે.. આ ઉપરાંત જ્યારે આ માર્ગ બનતો હશે ત્યારે પાલિકાના જવાબદાર એંજિનિયરો દ્વારા પણ કેવું નિરીક્ષણ કરવામાં આવ્યું હશે.. તેને લઈ આ વિસ્તારના રહીશો પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને પાલિકા દ્વારા નાણાંનો દુર્વ્યય ન કરવામાં આવે તેવી અપીલ પણ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News