ડીસામાં છેલ્લા 4 દિવસથી ગરમ અને સૂકા પવન ફૂંકાવાના કારણે માથું ફાડી નાખે તેવો ઉકળાટ અનુભવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-27 11:43:46
  • Views : 228
  • Modified Date : 2022-06-27 11:43:46

 

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે છેલ્લા ચાર દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ગરમ પવનના કારણે વાતાવરણ ધગધગતી ભટ્ટી જેવું બની ગયું હતું..હવામા વધુ પડતા ગરમ ભેજના કારણે માથું ફાડી નાખે તેવો ઉકળાટ અનુભવાયો હતો..ડીસામાં ગરમ અને સૂકા પવન ફૂંકાવાના કારણે વાતાવરણ ગરમ જવાળા વરસાવી રહ્યું હતું સમગ્ર દિવસ દરમિયાન લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ ભાસી રહ્યા હતા ત્યારે બપોર બાદ અચાનક થોડા વરસાદના ટીપા પડતા ગરમીમાં વધારો થયો હતો..વાતાવરણમાં ગરમ ભેજ વધી જવાના કારણે અસહ્ય ગરમીનો સામનો લોકોને કરવો પડી રહ્યો હતો  જ્યારે બીજી બાજુ અચાનક વાતાવરણમાં પલટો આવીને લઈ ધરતી પુત્રો પણ ચિંતામાં મુકાયા હતા

Download Our B K News Today App



Related News