જામ કંડોરણામાં 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-19 16:58:16
  • Views : 155
  • Modified Date : 2023-07-19 16:58:16

રાજકોટના જામ કંડોરણામાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. જામ કંડોરણામાં ફક્ત 2 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ પડતા સમગ્ર પંથક પાણી પાણી થઇ ગયો. અવિરત વરસાદને કારણે જામ કંડોરણાના અનેક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાયા. વરસાદને કારણે જામ કંડોરણામાંથી પસાર થતી ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી થઇ.બીજી તરફ જામ કંડોરણાના પીપરડી ગામે આભ ફાટતાં સમગ્ર ગામ જાણે કે બેટમાં ફેરવાઇ ગયું. પીપરડીના અનેક મકાનોમાં વરસાદી પાણી ફરી વળતાં રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઘરમાં પાણી ઘુસતા ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું. જ્યારે કે સબસ્ટેશન સાથે વીજ પોલ પણ ધરાશાયી થતાં ગામમાં વીજળી ગુલ થઇ ગઇ. ખેતરમાં રહેલા પાકો ઉપરાંત ગામમાં નવા બનેલા રોડ પણ ભારે વરસાદમાં ધોવાઇ ગયા.

Download Our B K News Today App



Related News