એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે, દર્દીને લઈ જવા સ્વજનોને સ્ટ્રેચર પકડાવ્યાં, વોર્ડમાં કૂતરાઓ, દર્દીઓ બહાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 12:52:05
  • Views : 296
  • Modified Date : 2021-03-31 12:53:42

    એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં દેશના ખૂણે ખૂણેથી દર્દીઓ સારવાર માટે આવે છે. અહીંયા તેમની સારવાર થશે અને તેઓ જલ્દી ઘરે જશે તેવી આશા સાથે આવે છે. પરંતુ હોસ્પિટલમાં રાતે સ્થિતિ કઈક અલગ જ હોય છે.  અહીંયા દર્દીઓ સ્ટ્રેચર પર તો છે પણ સ્ટ્રેચર કોઈ સર્વન્ટ ધક્કો મારતું નથી પણ દર્દીના સ્વજનો સ્ટ્રેચરને ધક્કો મારે છે. કોઈ સિક્યુરીટી ગાર્ડ માસ્ક પહેરોલો ભાગ્યેજ દેખાય છે. તેની સાથે એક જગ્યાએ એક મૃતકના સ્ટ્રેચરને પણ સ્વજનો ધક્કો મારતા દેખાયા હતા.

    હોસ્પિટલમાં આગળ જતા મોટી સંખ્યામાં દર્દીના સગા રસ્તા પર બેઠા હતા. તેમાં કેટલાક દર્દી હોસ્પિટલમાં દાખલ હોવાની જગ્યાએ નીચે સુતા હતા. આવા અનેક દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા. બીજી તરફ રાતે હોસ્પિટલમાં રખડતા કુતરાનો ખૂબ ત્રાસ જોવા મળ્યો હતો. જેના કારણે દર્દીના સગા પણ ચિંતિત હતા. રાતે સિક્યુરીટી ગાર્ડ કૂતરા ભગળતા જોવા મળ્યા હતા ખરેખર હોસ્પિટલમાં રખડતા કૂતરા આવે તે ખૂબ દુઃખદ બાબત છે.

    આ સમયે ત્યાંથી એક સ્ટ્રેચર પર 10.30 વાગે ડેડ બોડી લઈ જવાઇ રહી હતી. જેમાં પણ મૃતકના સ્વજનો જ સ્ટ્રેચરને ધક્કો મારતા હતા. આ બધાની સાથે હોસ્પિટલમાં વોર્ડની બહાર અને પાર્કિગમાં જે સિક્યુરીટી ગાર્ડ હાજર હતા. તેઓ એકદમ નિષ્ક્રિય જોવા મળ્યા હતા, જાણે અહીંયા આવતા લોકો દર્દીઓ ભગવાન ભરોસે જ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલ સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સનો કોન્ટ્રાક્ટ રાજદીપ નામની કંપનીને આપવામાં આવ્યો છે, જેનું કામ દર્દીના સ્વજનોની જગ્યાએ સ્ટ્રેચર લઈ જવાનું તેમજ અન્ય વ્યવસ્થાનું છે.જ્યારે સિક્યુરીટીમાં પણ મળતીયાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પણ આ બધાની વચ્ચે દર્દીની અને તેમના સ્વજનની સ્થિતિ ખરાબ છે.

    આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ જે પી મોદીએ જણાવ્યું હતું કે, હું તપાસ કરાવું છું તેમજ મોટા ભાગના સરવન્ટને 1200 બેડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.


Download Our B K News Today App



Related News