ડીસાના વોર્ડ નંબર એકમાં ધુળીયા કોટ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક લોકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:17:11
  • Views : 269
  • Modified Date : 2022-06-06 11:17:11

 

ડીસા શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલ ધુળીયા કોટ માં છેલ્લા દસ દિવસથી ગટરનું ગંદુ પાણી ફરી રહી છે જેના કારણે નાના બાળકો પણ બીમાર થયા છે પરંતુ આજદિન સુધી નગરપાલિકા દ્વારા આ વિસ્તારની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી જેથી આજે રોષે ભરાયેલી મહિલાઓએ નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

 

ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે પાલિકાની યોજાયેલી ચુંટણીમાં સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની વર્ષોજૂની સમસ્યાનો નિકાલ થાય તે માટે સ્પષ્ટ બહુમતી સાથે જ નગરપાલિકામાં ભાજપનું શાસન આપ્યું હતું જેના કારણે આજે ડીસા શહેરમાં ભાજપ સાશીત નગરપાલિકા દ્વારા અનેક વિસ્તાર ના કામો કરવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા નગરપાલિકા હદ વિસ્તાર ના એવા અનેક વિસ્તારો છે જ્યાં અનેક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે મોટાભાગે આજે ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સલામ વિસ્તારોમાં પાલિકા દ્વારા વિકાસ કરવામાં આવ્યો નથી જેના કારણે આજે સ્થાનિક લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકા વોર્ડ નંબર એકમાં આવેલ ધુળીયા કોટ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ગટરના ગંદા પાણી રોડ પર ઉભા રહ્યા છે જેના કારણે આ વિસ્તારમાં લોકોને પસાર થવું પણ ભારે હાલાકી ભોગવવી પડે છે બીજી તરફ છેલ્લા દસ દિવસથી ગટરનું ગંદુ પાણી વિસ્તારમાં રહેતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે બાળકો પણ બીમારીથી સપડાયા છે આ વિસ્તારની મહિલાઓ નું માનવામાં આવે તો આ વિસ્તારના ગંદાપાણીની દુર્ગંધ કેટલી ભયંકર છે કે સ્થાનિક લોકોએ પોતાના ઘરમાં રસોઈ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે ત્યારે આ બાબતે પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજી સુધી ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે આ વિસ્તારના લોકો હાલ ગટરના ગંદા પાણીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે સ્થાનિક મહિલાઓ આજે નગરપાલિકા નો વિરોધ દર્શાવતાં જણાવ્યું હતું કે જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે ભાજપના સદસ્યો વોટ લેવા માટે આવ્યા હતા અને તમામ સમસ્યાઓનો નિકાલ લાવવાની બાંહેધરી આપી હતી પરંતુ પાલિકાની ચુંટણી પત્યા બાદ આ વિસ્તારમાંથી કોર્પોરેટરો જીતીને જતા રહ્યા છે. અને હજુ સુધી અમારા વિસ્તારની મુલાકાત પણ લેવામાં આવ્યા નથી આ દશ દિવસથી અમારા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહી છે પરંતુ હજી સુધી એક પણ વ્યક્તિ અમારા વિસ્તારની મુલાકાતે આવ્યો નથી ત્યારે તાત્કાલિક ધોરણે અમારા વિસ્તારની કોર્પોરેટરો દ્વારા મુલાકાત લેવામાં આવે અને આ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં રોગચાળો ફાટી નીકળશે તો તેની તમામ જવાબદારી ડીસા નગરપાલિકાની રહેશે.

 

Download Our B K News Today App



Related News