સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય જાહેરાત બાકાત રખાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:44:55
  • Views : 271
  • Modified Date : 2021-10-22 11:44:55

 

ચોમાસાની ઋતુમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થયો હતો ખાસ કરીને અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક તાલુકાઓમાં વરસાદનાં કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે સરકાર દ્વારા આજે સહાય જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાકાત રખાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

 

- સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું

 

- સરકાર દ્વારા જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓનો સમાવેશ

 

- બનાસકાંઠા જિલ્લાને કૃષિ સહાય થી બાકાત રખાતા ખેડૂતોમાં નારાજગી

 

- તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતોની માંગ

 

- સરકાર દ્વારા કૃષિ સહાય જાહેર કરાઈ

 

    ગુજરાત સરકાર દ્વારા આજે કૃષિ સહાય જાહેર કરવામાં આવી હતી જેમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમામ જિલ્લાઓમાં ખેડૂતોને કૃષિમાં નુકસાન થવા પામી છે તે અંતર્ગત સરકાર દ્વારા તમામ ખેડુતોને સાહેબ પેકેજ આપવામાં આવશે જેથી ખેડૂત ફરીથી પગભર થઈ શકે.

 

- બનાસકાંઠા જિલ્લામાં નુકશાન

 

       બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે પરંતુ છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સતત નુકસાન કરી રહ્યા છે ત્યારે વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કુદરતી પ્રકોપથી મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક માં મોટું નુકસાન થયું હતું જે વાત મગફળી કપાસ શાકભાજી જેવા પાકો તૈયાર થવાના સમયે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો હતો જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં વરસાદ પડ્યો હતો જેના કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું બાબતે ખેડૂતો દ્વારા સરકારમાં સહાય માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી હતી.

 

- સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ માં બનાસકાંઠા જિલ્લાને બાકાત રખાતા ખેડૂતોમાં નારાજગી

 

    સરકાર દ્વારા આજે કૃષિ સહાય બિલ ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મોટાભાગના સૌરાષ્ટ્ર બાજુ ના તાલુકાઓ ની પસંદગી કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની નારાજગી જોવા મળી હતી ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાના પાકમાં નુકસાન વેઠી રહ્યા છે ત્યારે તમાશાની સિઝનમાં પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતાની સાથે મોટાભાગના પાકમાં નુકસાન થયું હતું તેમ છતાં પણ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં હતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે જે સરકારે કૃષિ સહાય ની જાહેરાત કરી છે તેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાકાત રખાતા તેનું પરિણામ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે અનેક સમસ્યાઓથી નુકસાન વેઠવાનો વારો આવે છે બાબતે સરકારમાં અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખેતરમાં સર્વે કરાવી તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News