બનાસકાંઠાના પશુઓમાં લંપી વાઇરસનો કહેર : સરકાર અને બનાસ ડેરી દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 12:14:53
  • Views : 294
  • Modified Date : 2022-08-04 12:14:53


બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરી ડિસા વિભાગના વોર્ડ ડિરેક્ટર  રામજીભાઈ ગુજોર, વેટનરી ડોક્ટર પી બી પટેલ..ડોક્ટર ઉદેશીંગ દ્વારા લંપી સ્કીન રોગ અટકાવવા માટેની કામગીરી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.. સાથે ડીસા તાલુકાની ગૌશાળાઓ અને છુટા ચરાવતા ગોવાળિયાઓના સંપર્ક કરી તેમની જરૂરિયાત અનુસારની સારવાર અને રસીકરણની કામગીરી પણ શરૂ કરેલ છે..બનાસડેરીના ડીસા તાલુકાની દૂધ મંડળીઓમાં 56 હજાર ગાયોનું રસીકરણ ફકત ચાર દિવસમાં પુર્ણ કરેલ છે અને આવતા 5 દિવસમાં આખા તાલુકામાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામા આવશે. તેમાં અંદાજિત એક લાખ ઉપરનું રસીકરણ પૂર્ણ કરવામા આવશે. ટેટોડા ગૌશાળાના મહંત રામરતનજી બાપુ ટેટોડા ગૌશાળાની 5600 ગાયોની સેવા કરી રહ્યા છે તેમાં લંપી રોગચાળો આવે તે માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને મચ્છરો ભગાડવા માટેનું  ફોગિંગ મશીન વસાવ્યું અને રોગનો અટકાવ કરી રહ્યા છે...જેમાં સરકાર અને બનાસ ડેરીનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે..જેમાં લંપી વાયરસથી પીડિત 130 ગાયો હતી જે પૈકી 5 ગાયો મૃત્યુ પામેલ છે અને 90 જેટલી ગાયો મા રિકવરી થઈ છે

Download Our B K News Today App



Related News