ચિકનગુનિયાના સમગ્ર વર્ષના કુલ કેસમાંથી 50 ટકા કેસ માત્ર સપ્ટેમ્બર માસમાં નોંધાયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:49:43
  • Views : 400
  • Modified Date : 2020-10-10 11:49:43

   ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાએ માથું ઊંચક્યું છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી શહેરમાં ચિકનગુનિયાના ૧૪૨ કેસ થયા હતા. જેમાં ૫૦ ટકા કેસ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયા હતા. ગયા વર્ષે જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધીમાં ચિકનગુનિયાના ૧૦૪ કેસ હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના ૫૪ કેસ હતા, જ્યારે આ વર્ષે માત્ર સપ્ટેમ્બરમાં ૭૧ કેસ નોંધાયા છે. લોકડાઉનમાં ચિકનગુનિયાના ૧૮ કેસ હતા. જૂન થી સપ્ટેમ્બરના અંત સુધીમાં ૯૪ કેસ નોંધાયા હતા. આમ લોકડાઉનની સરખામણીએ અનલૉકમાં ચિકનગુનિયાના કેસમાં અંદાજે ૪૨૨ ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે સ્કૂલ તાત્કાલિક ધોરણે બંધ કરાશે નહીં.

  વાલીઓના જણાવ્યા પ્રમાણે, અત્યારે સ્કૂલમાં ૪૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય ન બગડે તે માટે ડી.પી.એસ- ઇસ્ટના બાળકોનો સમાવેશ ડી.પી.એસ.બોપલ બ્રાંચમાં કરવામાં આવે. સાથે જ વાલી મંડળે સ્કૂલના ટ્રસ્ટી અને આગેવાનો સામે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા સામે પણ કોર્ટમાં જવાની ચીમકી ઉઠ્યા હતા.

  ગયા વર્ષે સ્વાઇન ફ્લૂના ૧૩૩૬ કેસ હતા, જ્યારે 28 મોત થયાં હતાં. જોકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં સ્વાઇન ફ્લૂના ૨૫ કેસ નોંધાયા બાદ કોઈ કેસ નોંધાયો નથી. ડેન્ગ્યુના કેસો પણ ગયા વર્ષ કરતાં ઘટ્યા છે. ગયા વર્ષે ૧૯૬૬ કેસ હતા. આ વર્ષે ૨૫૩કેસ નોંધાયા છે. આમ ડેન્ગ્યુના કેસોમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે મેલેરિયાના ૩૪૩૬ કેસ હતા જ્યારે આ વર્ષે માત્ર ૪૧૩ કેસ નોંધાયા છે. અર્થાત મેલેરિયાના કેસમાં ૮૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

  સિદ્ધિ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલના એમ.ડી. ફિઝિશિયન ડો.રાજેશ શાહે જણાવ્યું કે, આ વખતે ચિકનગુનિયાના મચ્છરોનો ઉપદ્રવ વધુ છે. આ મચ્છરો સામાન્ય રીતે પગમાં વધારે કરડે છે, એટલે મહત્તમ ફુલ સ્લીવનાં કપડાં પહેરવાં જોઈએ. ચિકનગુનિયાથી બચવા માટે મચ્છરોના ઉપદ્રવનો નાશ કરવો જોઈએ. ઘરમાં મચ્છર ન થાય તેની પૂરતી તકેદારી જરૂરી છે. ચિકનગુનિયામાં સળંગ ૭૨ કલાક સુધી ૧૦૨ થી ૧૦૪ જેટલો વધુ તાવ રહે છે. તેમાં સાંધાના દુખાવો લાંબા સમય સુધી રહે છે. જે વખતે જે મચ્છરોની પ્રજોત્પતી વધારે થાય તે મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. શહેરમાં એક જ પરિવારના મોટા ભાગના સભ્યોને ચિકનગુનિયા થયો હોય તેવું પણ જોવા મળે છે.

Download Our B K News Today App



Related News