ગેરકાયદે અમેરિકા જતા 21 મુસાફરો પૈકી 18 મુસાફરોની કરાઇ પૂછપરછ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 16:18:47
  • Views : 87
  • Modified Date : 2023-12-30 16:18:47

ગેરકાયદે અમેરિકા જવાના કૌભાંડમાં વધુ વિગતો સામે આવી રહી છે. CIDએ ફ્રાન્સની ફ્લાઇટમાંથી પરત ફરેલા મુસાફરોની પૂછપરછ કરી છે. જ્યારે 21 પૈકી મહેસાણા, ગાંધીનગર અને પાટણ અને અમદાવાદના 18 મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા, ત્યારે હવે અનેક એજન્ટના નામનો ખુલાસો થયો છે.પોલીસે લીધેલા નિવેદનો બાદ મોટા ભાગના એજન્ટ ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. મુસાફરોએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદે રીતથી અમેરિકા જવાના હતા. 21 મુસાફરો અલગ-અલગ રીતે દુબઇ પહોંચ્યા હતા. દુબઇથી નિકારગુઆની ફ્લાઇટ લીધી હતી.  એજન્ટ-મુસાફરો વચ્ચે 40 લાખથી લઇને સવા કરોડની ડીલ હતી.નોંધનીય છે કે તમામ 21 મુસાફરો અલગ-અલગ રીતે પહેલા દુબઇ પહોંચ્યા હતા અને ત્યાંથી નિકારગુઆની ફ્લાઇટમાં સવાર થયા, પરંતુ તેઓ અમેરિકા પહોંચે તે પહેલા જ કૌભાંડ ખુલ્લું પડી ગયું. વધુમાં માહિતી સામે આવી કે, મુસાફરોએ એક પણ રૂપિયા એડવાન્સ નહોતા ચૂકવ્યા. કારણ કે, મુસાફરો અને એજન્ટો વચ્ચે ડીલ થઇ હતી કે અમેરિકા પહોંચ્યા બાદ જ રૂપિયા ચૂકવવાના રહેશે અને આ ડીલ રૂપિયા 40 લાખથી સવા કરોડ સુધીની થઇ હતી. તો સમગ્ર મામલે CIDFRRO પાસેથી વિગતો મગાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News