અમારી વેક્સિન કોવિશિલ્ડ ખૂબ સુરક્ષિત, અદર પૂનાવાલાનો દાવો; કોવિશિલ્ડને રિસ્ટ્રિક્ટેડ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 13:28:36
  • Views : 244
  • Modified Date : 2021-01-04 13:28:36

    સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદર પૂનાવાલાએ ખાતરી આપતા દાવો કર્યો હતો કે તેમની જે રસી કોવિશિલ્ડને રિસ્ટ્રિક્ટેડ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે એ રસી ખૂબ સુરક્ષિત છે. પૂણે સ્થિત આ ઈન્સ્ટીટ્યુટ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા સાથે મળીને વેક્સિન નિર્માણમાં સામેલ થઈ છે. રવિવારે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીને રિસ્ટ્રીક્ટેડ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

    પૂનાવાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘અન્ય અનેક સુરક્ષિત વેક્સિન્સ પણ હશે પરંતુ અમારી વેક્સિન યુકે, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા સહિત તમામ સ્થળે હજારો લોકોને પહોંચશે. અસરકારકતા અંગેની ટ્રાયલ્સ માત્ર 3 રસીઓ - ફાઈઝર, મોડર્ના અને કોવિશિલ્ડ માટે જ થઈ છે. અન્ય રસીઓ પણ સુરક્ષિત હશે પરંતુ તેમની અસરકારકતા વિશે હજુ કંઈ જાણવા મળ્યું નથી. અમારી વેક્સિન ખૂબ અસરકારક છે.’તેમણે કહ્યું હતું કે કંપનીએ વેક્સિનના 50 મિલિયન ડોઝનો જથ્થો તૈયાર કરી લીધો છે અને માર્ચથી 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની યોજના છે. DCGI દ્વારા આ રસીને મંજૂરી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની કોવિડ-19 સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની ભલામણો પછી અપાઈ છે.


    પૂનાવાલાએ કહ્યું હતું, ‘અમે સરકારના નિર્દેશ પછી 7-10 દિવસમાં જ વેક્સિન પૂરી પાડી શકીશું. અમે માત્ર સરકારને તેનું વેચાણ કરીશું, પ્રાઈવેટ માર્કેટમાં તે વેચીશું નહીં. માર્કેટમાં આ રસી આ વર્ષે એપ્રિલમાં મળી શકે એવી સંભાવના છે. જે રૂ. 1000માં મળી શકશે. અમે સરકારને સ્પેશિયલ પ્રાઈસ રૂ. 200માં વેચીશું જેથી તે ફ્રીમાં રસીનું વિતરણ કરી શકે.’


Download Our B K News Today App



Related News