નહીં તો પશુ પાલકોને દૂધના રૂપિયા કે ભાવફેર નહીં મળે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 15:04:18
  • Views : 161
  • Modified Date : 2023-06-27 15:04:18

બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીઓને પશુ પાલકોના બેંક ખાતા બનાસ બેંકમાં ખેલાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બનાસ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પશુ પાલક બેંકમાં ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ જમાં નહીં કરાવે તો તેમને દૂધના રૂપિયા અને ભાવફેર નહીં મળે. બનાસ બેંક જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક છે. બનાસ બેંકમાં અનેક પશુ પાલકોના અગાઉથી ખાતા છે. જ્યારે કેટલાક પશુ પાલકોના અન્ય બેંકોમાં ખાતા છે. ત્યારે બાકી રહેલા ગ્રાહકો માટે ખાતા ખોલાવવાની સૂચના આપવામાં આવી છે. બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીઓને પશુ પાલકોના ખાતા બનાસ ડેરીમાં ખોલાવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે એક નોટિસ પણ લગાવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આથી દરેક ગ્રાહકોને જણાવવાનું કે દરેક ગ્રાહકનું બેંકનું ખાતું બનાસ બેંકમાં ખોલાવવાનું છે, તો જરૂરી ડોક્યુમેન્ટ ડેરીમાં 3 દિવસમાં જમાં કરાવવાના છે. જે કોઈ ડોક્યુમેન્ટ નહીં આપે તો તેમને પગાર અને ભાવફેર મળશે નહીં. 

 

Download Our B K News Today App



Related News