પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેકટ જ પથારીવશ ગાંધીનગરમાં જેનરિક ઔષધી સ્ટોરને જ દવાની જરૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 12:14:15
  • Views : 445
  • Modified Date : 2020-03-27 12:14:15

ગાંધીનગર સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વયરસનાં આક્રમણથી સૌ કોઈ તેનાથી બચવા સાથે લડત આપવાં કટિબદ્ધ છે. આ માટે દરેક બિમાર નાગરિક સાવચેતી માટે ઘરગથ્થુ ઉપાયોથી લઈ દવાઓ કરી રહી છે. પરંતુ ગાંધીનગર ખાતે સિવીલ હોસ્પિટલમાં જ આવેલ જેનરિક સ્ટોર શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. આ સ્ટોરમાં દવાઓ નહીં હોવાં સાથે લાંબી લાઈનમાં ઉભા રહ્યા પછી સામે ખાનગી સ્ટોરમાંથી મોંઘી દવાઓ લેવાનું કહેવામાં આવતું હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દયનીય સ્થિતિમાં મુકાઈ રહ્યા છે.
ગાંધીનગરમાં કોરોનાનાં ૭ કેસ પોઝીટીવ આવવા સાથે સંક્રમણ પણ વધી રહ્યું છે. ત્યારે લોકડાઉનમાં ખાનગી દવાખાના બંધ હોવાં સાથે સામાન્ય દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. સિવીલ હોસ્પિટલમાં કે અન્યત્ર સારવાર બાદ દવા લેવા આવતાં દર્દીઓની હાલત પડ્‌યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ એવાં જેનરીક દવાના સ્ટોરમાં લગભગ કોઈ દવા મળતી જ નથી.
અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરમાં દવા લેવા માટે નંબર આવે ત્યારે કહેવામાં આવે છે. કે આ દવા નથી.. સામેથી લઈ લો..! વાસ્તવમાં આ સ્ટોરમાં સમાન ડ્રગસ ધરાવતી દવા જ આપવાની હોવાં છતાં મોંઘીદાટ દવાઓ સામેથી લેવાનું કહેવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે અત્યારનાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે ગાંધીનગરમાં આ જેનરિક દવા સ્ટોરનું ઉદ્ઘાટન કરતાં રાજયમાં ૫૦૦ જેટલા જેનરિક સ્ટોર ખોલવાની જાહેરાત કરી હતી.
પરંતુ સત્તા સંભાળ્યા બાદ ખરીદ વેચાણમાં પડેલી સરકાર દ્વારા હજુ સુધી માત્ર ૮૦ જેટલાં જ સ્ટોર શરૂ કરાયાં છે. જેમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી દવા પણ માળતી નથી.

Download Our B K News Today App



Related News