ભીલડી રેફરલ હોસ્પટલમાં દર્દી પ્રત્યે ઓરમાયું વર્તન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 12:29:04
  • Views : 448
  • Modified Date : 2019-09-16 12:29:04

ડીસા તાલુકાના ભીલડી રેફરલ હોÂસ્પટલમાં છેલ્લાં કેટલાંક સમયથી ગામડાઓની ગરીબ પ્રજાને સેવાનો લાભ આપવાને બદલે તુડમિજાજી ડાpકટર દ્વારા ઓરમાયું વર્તન કરાતાં દર્દીઓ હેરાન પરેશાન થયેલ છે. રવિવારે ડીસા તાલુકાના ભીલડી ખાતે એક બાળકને ઝેરી સાપે ડંખ દેતા આ બાળકને તેના વાલીઓ દ્વારા ભીલડી રેફરલ હોÂસ્પટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડાpકટરે દર્દી પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા બાળકની તબીયત લથડી હતી અને તેને સારવાર માટે ડીસા ખાતે લવાયો હતો.
મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના મુડેઠા ગામના બાબુવન સુખવન ગૌસ્વામીના ઘરે તેમનો ભાણેજ ધવલપુરી વિષ્ણુપુરી ગૌસ્વામી (ઉ.વન.૯) ને સાપ કરડતાં તેને તેના પરિવાર દ્વારા રતનપુરા (ભીલડી) ખાતે આવેલ રેફરલ હોÂસ્પટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડાpકટર પાર્થ મકવાણા આરામ પર હોવાનો જવાબ મળેલ અને આ સમય મારો  સારવાર કરવાના નથી તેમ કહી તમે નર્સ પાસે સારવાર કરાવી લો. નર્સની રાહ જાઈને બેસેલા દર્દીના વાલીઓએ નર્સને ફરજ પર આવતા સારવાર કરવા કહેલ ત્યારે નર્સે જવાબ આપેલ કે જા ડાp. પાર્થ મકવાણા કહેતા હોય તો હું સારવાર કરું. આવી વાતમાં એક કલાક કરતાં વધુ સમય નીકળી જતા અને બાળકની તબિયત વધુ બગડતાં   બાળકના વાલીઓએ ખાનગી વાહન દ્વારા ડીસા ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. આમ, એક ગરીબ પરિવારના બાળકને સાપ કરડતાં ભીલડી રેફરલના ડાpકટરે ઓરમાયું વર્તન દાખવતાં લોકોમાં તેમજ વાલીઓમાં રોષ જાવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News