ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૮ માં ઓરમાયું વર્તન કેમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 12:17:22
  • Views : 411
  • Modified Date : 2019-11-14 12:17:22

ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તાઓનું કામ દરેક વોર્ડમાં શરૂ કરવામાં આવેલ અને મોટા ભાગના રસ્તાઓ બની ગયા છે. પણ વોર્ડ નં. ૮ માં દિવાળીના સમયમાં એકાએક દબાણો તોડીને રસ્તો પહોળો કરવામાં આવેલ અને રસ્તાનું ખોદકામ શરૂ કરેલ પણ કોણ જાણે એકાએક આ વોર્ડ
નં-૮ માં કામ બંધ થતા લોકો હેરાન પરેશાન થવા લાગ્યા છે. પથ્થરો નાંખીને લોકોને
પથ્થરની ઠેસ વાગતા લોકો મોટી ઉંમરના માણસો તેમજ વાહન વ્યવહારને આ રસ્તા પર ઘણી અવરજવર રહેતી હોઈ ચાલવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. વૃધ્ધોને
પથ્થર વાગવાથી પડી જતા ઈજાઓ થવા લાગી છે.
આ વોર્ડના ચાર નગર સેવકો ભાજપની બોડી સાથે છે અને તેમા નગરપાલિકાના ઉપપ્રમુખ કાન્તીલાલ સોની આ વોર્ડમાંથી ચૂંંટાયેલા છે. છતાં આ વોર્ડમાં રસ્તાનું કામ એકદમ બંધ થતા લોકોમા અનેક તર્કવિતર્કની વાતો થવા લાગી છે. શું
નગરપાલિકાના સત્તાધિશોની અંદરોઅંદરના ઝગડા આ વોર્ડના રહીશોને ભોગવવામાં આવશે કે શું..? ગમે તે હોય આ વિસ્તારના લોકોની ઉગ્ર માંગ છે કે નગરપાલિકાના સતાધિશો આ વોર્ડમાં તાકીદે ઝડપી ડામર રોડ બનાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. તો આ માટે નગરપાલિકા તાકીદે ધટતું કરશે તેવો જનમત પ્રસરી રહ્યો છે.
 

Download Our B K News Today App



Related News