ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન : અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 8 રમતની સ્પર્ધા થશે; ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 14 રમતો રમાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 11:22:35
  • Views : 239
  • Modified Date : 2022-07-20 11:22:35

ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન : અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 8 રમતની સ્પર્ધા થશે; ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 14 રમતો રમાશે

ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મા રાષ્ટ્રીય રમોત્સવ (નેશનલ ગેમ્સ)નું આયોજન થવાનું છે. જેમાં 6 શહેર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં 36 રમતોનું આયોજન કરાશે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સમાપન સુરતમાં થશે. આ સાથે હવે કઈ રમતોનું આયોજન ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ અમદાવાદમાં 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ, ગાંધીનગરમાં 3 સ્થળે 8 સ્પર્ધાઓ, રાજકોટમાં 3 સ્થળે 2 રમત સ્પર્ધાઓ, ભાવનગરમાં એક જ સ્થળે 3 રમત સ્પર્ધા જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે.

નેશનલ ગેમ્સમાં ભાગ લેવા આવનારા ખેલાડીઓ તથા સહયોગી સ્ટાફ સહિતના લોકો માટે 3, 4 અને 5 સ્ટારમાં રોકાણના આયોજનની યોજના બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સથી લઈ ફૂટબોલ અને રગ્બી જેવી રમતોની સ્પર્ધાઓ યોજાશે. વોટર સ્પોર્ટ્સનું આયોજન સાબરમતી નદીમાં કરાશે, જ્યારે ફૂટબોલ-રગ્બી અને કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન ટ્રાન્સ્ટેડિયા ખાતે થઈ શકે છે. જ્યારે ગાંધીનગરમાં વુશુ, ખો-ખો, યોગાસન અને રેસલિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. નેશનલ ગેમ્સમાં પ્રથમવાર યોગાસન એક રમત તરીકે સામેલ થઈ રહ્યું છે. વડોદરા જુડો-મલખમ જ્યારે સુરત જિમાન્સ્ટિક, બેડમિન્ટન અને બીચ વોલીબોલ જેવી રમતની સ્પર્ધાની યજમાની કરશે.

અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સ, શૂટિંગ, ફૂટબોલ
અમદાવાદ

તીરંદાજી

ફૂટબોલ

શૂટિંગ

કાયાકિંગ અને કેનોઈંગ

ફેન્સિંગ

કબડ્ડી

​​​​​​​ટેનિસ

રોવિંગ

ગોલ્ફ

ટ્રાએથ્લોન

રોલર સ્કેટિંગ

રગબી

બોક્સિંગ

સોફ્ટ ટેનિસ

ગાંધીનગર

સ્ક્વૉશ

સાઈક્લિંગ

એથ્લેટિક્સ

વુશુ

વેઈટલિફ્ટિંગ

ખો-ખો

યોગાસન

રેસલિંગ

​​​​​​​સુરત

જિમ્નાસ્ટિક

બેડમિન્ટન

​​​​​​​બીચ વોલીબોલ

બીચ હેન્ડબોલ

વડોદરા

જૂડો

ટેબલ-ટેનિસ

હેન્ડબોલ

​​​​​​​મલખમ

ભાવનગર

વોલીબોલ

બાસ્કેટબોલ

​​​​​​​નેટબોલ

રાજકોટ

​​​​​​​એક્વેટિક્સ

હોકી

 

Download Our B K News Today App



Related News