રતનપુર ગામે ભાગવત સપ્તાહનું આયોજન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-07 15:53:07
  • Views : 83
  • Modified Date : 2024-01-07 15:53:07

બનાસકાંઠા જિલ્લામાં પણ માહોલ રામમય બન્યો છે. અહીં અક્ષત નિમંત્રણ સ્વિકારવા માટે 36 ગામના લોકો ડીજે અને વિશાળ યાત્રા સાથે પહોંચ્યા હતા. જે માહોલ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. હાલમાં પાલનપુર તાલુકાના રતનપુર ગામે ભાગવત કથા ચાલી રહી છે. આ દરમિયાન સ્થાનિક મહિલાઓએ રામ નામની મહેંદી મુકાવી છે.સપ્તાહના છઠ્ઠા દિવસે 1 હજાર કરતા વધારે મહિલાઓએ હાથ પર શ્રી રામના નામ મહેંદીથી લખાવ્યુ છે. મહિલાઓએ એક સાથે શ્રીરામના નારા ગાવા સાથે હાથમાં મહેંદી મુકાવી હતી. આમ અયોધ્યા મહોત્સવને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેરો ઉત્સાહ છવાયેલો છે. અને જેને લઈ હવે દરેક ગામ ગામ મહોત્સવની ખુશીઓનો ભાવ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News