ધોરણ-10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-27 15:25:12
  • Views : 68
  • Modified Date : 2024-01-27 15:25:12

ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. જે પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા ધોરણ 10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. બોર્ડની પદ્ધતિ મુજબ 5 મુખ્ય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાઈ રહી છે.અમદાવાદ શહેરની 552 જેટલી શાળાના 46,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. 27 જાન્યુઆરીથી એટલે કે આજથી 6 ફેબ્રુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 10માં મહત્વના ગણાતા એવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે.આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ આ પરીક્ષાનું સંચાલન કરશે. જેની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી કાઢવામાં આવશે. CCTV, ખાખી સ્ટીકર, બોર્ડ સ્ક્વોડ સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

Download Our B K News Today App



Related News