ડીસાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓર્ગનીક ખેતી સેમિનાર યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 12:16:51
  • Views : 246
  • Modified Date : 2022-04-27 12:16:51

ડીસાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓર્ગનીક ખેતી સેમિનાર યોજાયો

 

ડીસા શહેરમાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓર્ગેનિક ખેતી કૃષિ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને હાજર કૃષિ વિજ્ઞાન ના ડોક્ટરો દ્વારા ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વળવા માટે આહ્વાન કર્યું હતું.

 

બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે સાથોસાથ હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલન વ્યવસાય તરફ પણ આગળ વધી રહ્યા છે ત્યારે આજે મોટાભાગના ખેડૂતો ખેતીમાં સારા પાકના ઉત્પાદન માટે દવાઓનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે ખેડૂતોને ઝડપી અને સારું ઉત્પાદન મળી રહે છે પરંતુ આજે ખેડૂતો દ્વારા દવાઓનો છંટકાવ કરી તૈયાર કરેલ શાકભાજીઓના કારણે આજે અનેક પરિવારો આવી શાકભાજી ખાવાના કારણે મોટી મોટી બીમારીઓનો શિકાર બની રહ્યા છે. બીજી તરફ ખેડૂતો દ્વારા શાકભાજી માં નાખવામાં આવતી ભારે દવાઓ ના કારણે જમીનો પણ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂતો ફરીથી એકવાર વર્ષો પહેલા થતી ઓર્ગેનિક ખેતી તરફ વળે તે માટેનું અભિયાન શરૂ કર્યું છે ખાસ કરીને આજે ખેડૂતો શાકભાજીમાં અથવા તો કોઈ પણ કઠોળમાં દવાઓનો છંટકાવ કર્યા વગર ઓર્ગેનિક રીતે પાકોને તૈયાર કરવામાં આવે તે માટે સેમિનારો થકી ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા શહેરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ ઓર્ગેનિક ખેતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં શંકર બનાસકાંઠા જિલ્લામાંથી મહિલા ખેડૂત અને પુરુષો હાજર રહ્યા હતા આ સેમિનારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટરો દ્વારા વધુમાં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને લાંબા સમય સુધી સારી ખેતી કરી શકે તે માટે માહિતી આપી હતી. અને દવાઓના છંટકાવથી તૈયાર કરવામાં આવેલા પાકોની જગ્યાએ દેશી જુગાડ કરી પાક તૈયાર કરવામાં આવે તેવી પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના ડોક્ટર હોય ખેડૂતોને તાલીમ આપી હતી તો આ તરફ ઓર્ગેનિક ખેતી અભિયાનમાં ડીસા નગરપાલિકાની ટીમ પણ જોડાઇ હતી. અરે ઓર્ગેનિક પાક તૈયાર કરી ડીસા શહેરના કોઈ પણ જગ્યા પર ખેડૂતો પોતાનો પાક વેચી શકે તે માટે જગ્યા આપવા ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરે બાહેધરી આપી હતી જેના કારણે ગ્રાહકો સારી અને ઓર્ગેનિક શાકભાજી લઇ શકે.

Download Our B K News Today App



Related News