હોળીના દિવસે અંગદાન : અમદાવાદ સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના હૃદય, કિડની, લિવર અને આંખોનું દાન, 6 વ્યક્તિઓના જીવનમાં ઉજાશ પાથરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 12:07:31
  • Views : 184
  • Modified Date : 2022-03-19 12:07:31

હોળીના દિવસે અંગદાન : અમદાવાદ સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના હૃદય, કિડની, લિવર અને આંખોનું દાન, 6 વ્યક્તિઓના જીવનમાં ઉજાશ પાથરશે


બોપલના 42 વર્ષના નીશાંતભાઈને માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર કરાયા હતા

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે. બોપલના 42 વર્ષીય નિશાંતભાઇ મહેતાનું માર્ગ અકસ્માત થતા તેઓને બોપલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાન માટેનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.

હોળીના દિવસે બ્રેઇનડેડ નિશાંતભાઇના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં રીટ્રાઇવલ માટે લાવવામાં આવ્યા. કિડની ઇન્સ્ટીટયુટની ટીમ દ્વારા અંગોના રીટ્રાઇવલ માટે જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા. આ તમામ ટેસ્ટ પૂર્ણ થયા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 6 થી 7 કલાકની ભારે જહેમત બાદ હૃદય, બે કિડની, લીવર અને બે આંખોનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

અંગદાતા નિશાંતભાઇના હ્યદયને ગ્રીન કોરિડોર મારફતે મુંબઇની રીલાયન્સ હોસ્પિટલમાં દાખલ દર્દીના પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું હતું. જ્યારે કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ SOTTO હેઠળ નોંધાયેલ દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું હતું.

કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા જણાવ્યુ હતું કે, કિડની ઇન્સ્ટીટ્યુટમાં SOTTO ની ટીમ દ્વારા પ્રત્યારોપણની કામગીરી વર્ષોથી કરવામાં આવી રહી છે. આજે નિશાંતભાઇ મહેતાના પરિવારજનોએ કિડની ઇન્સ્ટીટ્યુટમાં અંગોના રીટ્રાઇવલ માટે સંમતિ દર્શાવતા અમારી હોસ્પિટલમાં હોળીના પવિત્ર દિને 6 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. ડૉ. વિનીત મિશ્રાએ રાજ્યના તમામ નાગરિકોને અંગદાન અંગેની જાગૃતિ સમાજવીને વ્યક્તિ દ્વારા વ્યકિતને નવજીવન આપવાના સેવાયજ્ઞમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.

 

 

Download Our B K News Today App



Related News