ચણામાં જીવાત ફરતાં પેકેટ મહિલાઓ લાભાર્થીને અપાયા બાદ પરત લેવા આદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-24 13:16:22
  • Views : 84
  • Modified Date : 2024-02-24 13:16:22

રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ લાભાર્થીઓ માટે સારી હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની બેદરકારીને લઇ તેનો પૂરતો અને યોગ્ય લાભ મળતો હોતો નથી. આવી જ રીતે અરવલ્લી જિલ્લામાં ધાત્રી મહિલાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચણા-કઠોળના અપાતા પેકેટમાં જીવાત હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે મેઘરજના સ્થાનિક અગ્રણી દ્વારા વીડિયો શેર કરવાનો મામલો .જેના બાદ હવે ICDS દ્વારા તુરત આવા પેકેટ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાભાર્થીઓ માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા લેવામાં આવેલ ચણાના પેકેટનો જથ્થો ચકાસણી કરીને અખાદ્ય હોય તેને પરત કરવા સૂચના કરાઇ છે. જેના બદલામાં સરકારી સસ્તા અનાજની દુકાનો પાસેથી નવો જથ્થો મેળવવા માટે પત્ર દ્વારા સૂચના અપાઇ છે. બગડેલ સ્ટોકનું વિતરણ લાભાર્થીઓમાં ના થાય એ માટે પણ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યુ છે.

Download Our B K News Today App



Related News