ડીસા ખાતે ઉચ્ચતર પગાર ધોરણ ના આદેશ વિતરણ નો કેમ્પ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:21:28
  • Views : 282
  • Modified Date : 2021-10-11 12:21:28

 

કે.બી. અગ્રવાલ હાઇસ્કુલ ડીસા ખાતે 8 ઓક્ટોબર 2021 ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠા શ્રી સંજયભાઈ  પરમાર  ના અધ્યક્ષ સ્થાને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માં સમાવિષ્ટ ડીસા તાલુકાના 191 શિક્ષકોના અને અને રિવાઇઝ પગાર ધોરણમાં આવતા 189 કુલ 380 શિક્ષકોના  આદેશના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમીરગઢ શ્રી રમેશભાઈ ડાભી ,ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.સી. સોલંકી, શ્રી સંજયભાઈ દવે અને લાભાર્થી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા... જિલ્લા પ્રાથશિક્ષણાધિકારીશ્રી ઍ પ્રાસંગિક પ્રવચનમાં જે શિક્ષકો ને આદેશ મળ્યા છે તેઓને ઝડપથી સર્વિસબુક ની ઝડપ થી ઓનલાઈન એન્ટ્રી પૂરી કરાવી અને તેમને લેવાની   થતી  તમામ રકમ ઝડપથી ચૂકવાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોના પગાર ધોરણના તમામ પ્રશ્નો, બાકીના લેવાની થતા એરિયર્સ  બિલ તેમજ નિવૃત થયેલ શિક્ષકોના તમામ લાભ ઝડપથી મળે તે માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી... ઉપસ્થિત શિક્ષકોને સાંપ્રત સૂચિત કામગીરી વ્યવસ્થિત રીતે કરવા અને તમામ આચાર્ય શ્રી  લીડરશીપ લઈ શિક્ષકો અને બાળકોને પ્રોત્સાહિત કરી વાંચન, ગણન, લેખન કાર્ય, ઉપચારાત્મક કાર્ય ,અને ગુણવત્તાયુક્ત શિક્ષણ  માટે સારી રીતે કામગીરી કરવા  અપીલ કરી હતી ..શિક્ષકોએ પોતાના અભિપ્રાય  માં વહીવટી તંત્ર દ્વારા   જિલ્લા પ્રા થમિક શિક્ષણાધિકારીશ્રી ની કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી એ કરવામાં આવેલી વહીવટી વ્યવસ્થા સામે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News