સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટલ એરિયામા ઓરેન્જ એલર્ટ અપાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 13:42:42
  • Views : 88
  • Modified Date : 2023-06-12 13:42:42

 સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે.રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત 6 જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે. જેને લઇ આ તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી.  અને સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.બીજી તરફ આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ સાથે પણ સરકાર સંપર્કમાં છે. આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓએ પણ સ્થિતિ પ્રમાણે મદદ કરવાની ખાતરી આપી છે. એટલું જ નહિં અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને પણ મુખ્યપ્રધાનોએ કેટલીક સૂચનાઓ અને આદેશ કર્યા છે. બને તેટલા વધુ પ્રમાણમાં શેલ્ટર હાઉસ તૈયાર કરવા સૂચના અપાઇ છે અને સ્થિતિ પ્રમાણે લોકોનું સ્થળાંતર કરવા પણ આદેશ કર્યા છે. એટલું જ નહિં દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે પણ તંત્ર તૈયાર હોવાનું કહ્યું.દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો તૈનાત કરાઇ છે. જ્યારે બે જિલ્લામાં ત્રણ ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા મુજબ વાત કરીએ તો, કચ્છ અને રાજકોટ જિલ્લામાં બે-બે ટીમોને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. તો જામનગર, એક, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. એટલું જ નહિં વડોદરામાં એક અને રાજકોટમાં બે ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. જેથી જો સ્થિતિ વધુ કફોડી બને તો આ ટીમની પણ મદદ લઇ શકાય.

Download Our B K News Today App



Related News