માનવાધિકાર આયોગને લઈને વિપક્ષોનું રાજ્યસભામાંથી વોકઆઉટ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 15:20:07
  • Views : 347
  • Modified Date : 2022-12-21 15:20:07

રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કોઈ પણ કેસની તપાસ માટે ગુજરાત કે ઉત્તર પ્રદેશ નહીં જાય અને વિરોધ પક્ષો શાસિત રાજ્યોમાં વિકાસ કાર્યો માટે ભંડોળ જાહેર ન કરે તેના વિરોધમાં વિરોધ પક્ષોના સભ્યોએ આજે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તૃણમૂલ કોંગ્રેસના સુશ્રી ડોલા સેને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ ગુજરાત કે ઉત્તર પ્રદેશમાં કોઇ પણ કેસની તપાસ કરવા માટે નથી જતું, જ્યારે તેની એક ટીમ બિહાર જઇ રહી છે. રાષ્ટ્રીય જનતા દળના મનોજ કુમાર ઝા પણ આ મુદ્દો ઉઠાવવા માંગતા હતા, પરંતુ તેમને તક ન મળી.
ત્યારબાદ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ડાબેરી પક્ષોના સભ્યો ગૃહની વોકાઉટ કરીને બહાર નીકળી ગયા હતા

Download Our B K News Today App



Related News