કાંકરેજના થરામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:31:54
  • Views : 249
  • Modified Date : 2021-08-08 13:31:54

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે કાંકરેજ તાલુકા તેમજ થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરેજ તાલુકામાં અને થરા શહેરમાં સરકારે કરેલાં અદકેરા વિકાસના વિરૂધ્ધમાં વિકાસખોજ અભિયાન અંતર્ગત કાર્યકરો દ્વારા રેલી કાઢી વિવિધ બેનરો સાથે દેખાવો કર્યા હતા. પરંતુ બેનરો સાથે રેલી કાઢી કાર્યક્રમ કરવા જાય તે પહેલાં કાર્યકરો અને હોદ્દેદારોની થરા પોલીસે અટકાયત કરી હતી. થરા ખાતે કાંકરેજ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા વિવિધ મુદાઓ સાથે ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર પોકારી વિરૂધ્ધ પ્રદર્શિત કરતાં કોગ્રેસ સમિતિ પૂર્વ પ્રદેશમંત્રી અમૃતભાઈ ઠાકોર, બ.કાં.જિ.પંચાયતના ઉપપ્રમુખ ભૂપતજી મકવાણા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમુભાઈ જાેષી, બ.કાં.જિ. પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ વિનોદજી રેવાજી, બલાજી રાઠોડ ચેરમેન ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ બ.કાં. જિ.પંચાયત, ચિનુભાઈ શાહ, થરા શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ જાેગાજી ઠાકોર, કપુરજી ઠાકોર, કાંકરેજ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહિપતસિંહ વાઘેલા, યુથ કોંગ્રેસના હાર્દિક દેસાઈ, ગૌતમભાઈ સી.જાેષી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેનરો સાથે વિરૂધ્ધ કરવા જતા હતા. પરંતુ પોલીસને જાણ થતા થરા પોલીસે પ્રદેશ મંત્રી, જિલ્લા પંચાયતના ઉપ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત ૧૭ કાર્યકરોને ડિટેઈન કરી પોલીસ મથકે લાવ્યા હતા અને ત્યારબાદ તેઓને મુક્ત કર્યા હતા.

Download Our B K News Today App



Related News