ઓપ્પોએ રજૂ કર્યો સ્લાઈડ ફોન, 3 વખત ફોલ્ડ થવા પર ક્રેડિટ કાર્ડ જેટલી સાઈઝ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 15:59:13
  • Views : 416
  • Modified Date : 2020-12-15 15:59:13

    ઓપ્પોએ નેન્ડો સાથે પાર્ટનરશિપમાં, ચોથા CIIDE (ચાઈના ઈન્ટરનેશનલ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન એક્સપો)માં સ્લાઈડ ફોન અને મ્યુઝિક લિંક કોન્સેપ્ટ ડિવાઈસ રજૂ કર્યા છે. ચાઈનીઝ સ્માર્ટફોન મેકરે જાપાની ડિઝાઈન ફર્મ નેન્ડો સાથે મળી આ બંને ડિવાઈસ બનાવ્યા છે. સ્લાઈડ ફોન કોન્સેપ્ટ ફોનમાં ફોલ્ડેબલ સ્ક્રીન છે, જે ફોનને ઘણી રીતે ઉપયોગી બનાવે છે. મ્યુઝિક લિંક TWS ઈયરફોન કોન્સેપ્ટમાં સ્માર્ટવોચ, AI સ્પીકર, પોર્ટેબલ ચાર્જર અને વાયરલેસ ચાર્જર જેવા ડિવાઈસનું કલેક્શન સામેલ છે. ઓપ્પોએ એક પ્રેસ રિલીઝ અને ટ્વીટ્સની એક સિરીઝનાં માધ્યમથી આ ડેવલપમેન્ટ શેર કર્યું છે. ડેમો વીડિયોમાં કોન્સેપ્ટ સરળ રીતે સમજી શકાય છે. સ્લાઈડ ફોનનો કોન્સેપ્ટ એક ટ્રિપલ હિન્જ ફોલ્ડેબલ સ્ક્રીન સિસ્ટમ પર બેઝ્ડ છે. જ્યારે તે સંપૂર્ણ રીતે ફોલ્ડ થઈ જાય છે ત્યારે તેની સાઈઝ ક્રેડિટ કાર્ડ જેટલી થઈ જાય છે. પ્રથમ અનફોલ્ડથી 40mm ડિસ્પ્લે જોવા મળે છે, જે નોટિફિકેશન, કોલ હિસ્ટ્રી અને મ્યુઝિક પ્લેયર કન્ટ્રોલ એક્સેસ કરવા માટે પર્યાપ્ત છે. બીજી વખત અનફોલ્ડ થવા પર 80mm ડિસ્પ્લે જોઈ શકાય છે, તેનો ઉપયોગ સેલ્ફી માટે કરી શકાય છે. ત્રીજા અનફોલ્ડ પર આખી સ્ક્રીન જોઈ શકાય છે, જે ગેમિંગ મલ્ટિ ટાસ્કિંગ અને વીડિયો જોવા માટે કરી શકાય છે.

    સ્લાઈડ ફોનના કોન્સેપ્ટમાં નોટ લખવા માટે ઈનબિલ્ટ સ્ટાઈલસ પણ મળશે. ફિઝિકલ બટનનો ઉપયોગ અનેક કામ માટે કરી શકાશે, જે એ વાત પર નિર્ભર કરશે કે તમે ફોનને કેટલી વખત અનફોલ્ડ કરશો. વીડિયોનાં અતે જોવા મળે છે કે, ફોનમાં એક ચાર્જિંગ ડોક છે અને કેટલીક પેનલોને અલગ અલગ રંગોમાં દર્શાવામાં આવી છે. તેના પરથી કહી શકાય કે બહારની પેનલને કસ્ટમાઈઝ કરી શકાશે. જોકે આ માત્ર એક કોન્સેપ્ટ વીડિયો છે.ઓપ્પો અને નેન્ડોએ ટ્વિટરનાં માધ્યમથી મ્યુઝિક લિંક કોન્સેપ્ટ પણ રજૂ કર્યો છે, જે ટ્રુ વાયરલેસ ઈયરફોનની આજુબાજુ ફરે છે. તે કનેક્ટેડ એક્સેસરીઝ આધારે અલગ અલગ કામ કરે છે. TWS ઈયરફોનને ડિઝાઈન કરવામાં આવ્યા છે જેથી એક દીર્ઘવૃત્ત બનાવવા માટે એક સાથે ક્લિપ કરવામાં આવે.




Download Our B K News Today App



Related News