આજરોજ ડીસામાં આવેલ મેન બજારમાં ટી સ્ટોલના સંચાલકોએ ચામાં ભાવ વધારો કરવા એક દિવસીય ટી સ્ટોલના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે. અને તમામ ચા-ના સ્ટોલ બંધ રાખી ચા વધારાની માંગ કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:29:48
  • Views : 248
  • Modified Date : 2022-03-22 11:29:48

દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સતત વધારો થઈ રહ્યો છે આજે કરિયાણાની વસ્તુ હોય કે પછી શાકભાજી જે પ્રમાણે ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે તેની સીધી અસર વ્યાપારીઓ અને ગ્રાહકો પર જોવા મળી રહી છે વધતા જતા ભાવ વધારાને લઇ બજારોમાં પણ તેની સીધી અસર આજે જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી બજારોમાં ચાના સ્ટોલ સાથે ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ આજે હડતાલ પર ઉતર્યા હતા ચાના સ્ટોલ સંચાલકોની માગણી છે કે છેલ્લા ૨૨ વર્ષથી ડીસાની મેઈન બજારોમાં અમે નાના વેપારીઓ ચાના સ્ટોલ કરી પરિવારનું ગુજરાન ચલાવી લઈએ છીએ અને માત્ર દસ રૂપિયા ભાવ રાખી વ્યાપાર કરીએ છીએ પરંતુ તેની સામે હાલમાં દિવસેને દિવસે તમામ વસ્તુઓમાં ભાવ નો વધારો થયો છે ત્યારે ચાના સ્ટોલ સાથે સંકળાયેલા તમામ વેપારીઓને હાલમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજે ડીસા શહેરમાં મેઇન બજારમાં આવેલા તમામ ચાના વ્યાપારીઓએ આજે એક દિવસ માટે તમામ ચાની હોટલ બંધ રાખી ભાવ વધારાની માગણી કરી હતી આજે તમામ સ્ટોલ સંચાલકો સવારે મેઇન બજારમાં એકત્રિત થઈ ભાવવધારાની માંગ કરી હતી અને જો આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ બદલાય નહીં તો પણ વધુ એક આંદોલન કરવામાં આવશે તેવો સ્ટોલ સંચાલકે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News