યાત્રાધામ ઢીમામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ શ્રદ્ધાળુઓમાં ફડફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-08 15:34:40
  • Views : 240
  • Modified Date : 2022-10-08 15:34:40

 

    સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમામાં વધી રહેલ દિનપ્રતિદિન દેશી અને વિદેશી દારૂનાં વેચાણથી ત્રસ્ત ગ્રામજનોએ વાવ મામલતદાર અને થરાદ નાયબ કલેક્ટર,અને વિભાગીય પોલીસ અધિક્ષકશ્રીની કચેરી એ.એસ.પી.ને આવેદનપત્ર આપ્યું હતું. છતાં પણ બુટલેગરો દ્વારા બિન્દાસ વેચાણ કરાઈ રહ્યું છે. ત્યારે વાવપોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.મળતી માહિતી મુજબ,પવિત્ર યાત્રાધામમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદોને લઈને ગ્રામજનોએ આવેદનપત્ર આપી અને રજુઆત કરી હતી. પીવાના પાણીનું ટાંકુ, શાળા બસસ્ટેશન સહિત જાહેર સ્થળોએ દારૂડિયા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.તો વળી ગામનાં જાગૃત નાગરિક વિક્રમસિંહ રાજપૂત અને ગોવિંદભાઈ રાજપૂત દ્વારા વાવ મામલતદાર, થરાદ નાયબ કલેક્ટર, થરાદ એ.એસ.પી.ને આવેદનપત્ર આપ્યું હતું. અને પવિત્ર યાત્રાધામ ઢીમામાં દારૂનાં દુષણને ડામવા માટે રજુઆત કરી હતી. છતાં પણ કોઈ કડક કાર્યવાહી નહિ કરવામાં આવતાં બન્ને જાગૃત નાગરિકોએ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત વડાપ્રધાનને પણ પવિત્ર યાત્રાધામમાં દારૂનું વેચાણ વધવાથી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણીઓ ફેલાઈ છે. અને યાત્રાધામની ગરીમાં લજવાઈ રહી છે ત્યારે દારૂની દુર્ગંધથી બચાવવા માટે ગ્રામજનો મેદાને ઊતર્યાં હતા પણ સ્થાનિકપોલીસનો સ્પોર્ટ મળતો નથી.

Download Our B K News Today App



Related News