મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉનમાં રાત્રી કર્ફ્યુનો ખુલ્લો વિરોધઃ કોણ આવ્યું વિરોધમાં? શું ઉઠાવ્યા સવાલ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 11:50:51
  • Views : 316
  • Modified Date : 2021-03-17 11:54:52

    CMના હોમટાઉન રાજકોટમાં આજથી અમલમાં આવતા રાત્રી કર્ફયુનો વિરોધ થયો છે. ફૂડ અને બેવરેજ એસોસિએશનના હોદેદારોએ ખૂલ્લો વિરોધ નોંધાવ્યો હતો. રાત્રીના બે કલાકમાં જ કોરોના ફેલાય છે, તેવો પ્રશ્ન પૂછે છે. રાત્રીના 12 વાગ્યાને બદલે 10 વાગ્યાના કર્ફયુથી ધંધાને માઠી અસર થઈ રહી હોવાનું જણાવાયું હતું. ગુજરાતની વિજય રૂપાણી સરકારે આજથી રાજકોટ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દીધું છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં આજથી રોજ રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. ત્યારે આ કર્ફ્યૂનો ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં જ વિરોધ થયો છે. 

Download Our B K News Today App



Related News