માલિક સિવાય બીજા કોઈના વાહનથી આર.ટી.ઓ. ડ્રાઈવિંગ લાઈસન્સનો ટેસ્ટ આપવા દેવામાં નઈ આવે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 11:41:29
  • Views : 2642
  • Modified Date : 2020-10-21 11:41:29

   સુભાષબ્રિજ આર.ટી.ઓ.માં પાકા લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતાં લોકો પાસે પોતાની માલિકીના ટુવ્હીલર, કાર કે રિક્ષા હોવાં જોઇએ. ભાડાના વાહનો પર ડ્રાઇવિંગ લાઇસન્સનો ટેસ્ટ નહીં આપવા દેવા આર.ટી.ઓ. કચેરીએ આદેશ કર્યો છે. અરજદારો પાસે પોતાની માલિકીના વાહનો હોય તો જ આર.ટી.ઓ.માં પ્રવેશ અપાય છે. આર.ટી.ઓ.ના આદેશથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.

  સરકારના પ્રત્યેક વિભાગમાં કોમર્શિયલ વાહનોમાં ખાનગી વાહનો દોડે છે. કોરોનામાં ખાનગી વાહનોનો વધુ ઉપયોગ થાય છે. ત્યારે એ.આર.ટી.ઓ. કચેરી સરમુખત્યાર તરીકે વર્તી રહી છે. સરકારમાં કોઇ ફરિયાદો સાંભળતું નથી.  ડ્રાઇવિંગ ટેસ્ટમાં કોમર્શિયલ વાહનો માન્ય છે. ખાનગી વાહનોનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરી શકાય નહીં. આર.ટી.ઓ.માં વાહનના ભાડાની લેવડ-દેવડ નહીં કરી શકાય. વાહનોના પુરાવાની ચકાસણીથી અરજદારોને પણ ફાયદો છે. ટ્રેકમાં અકસ્માત થાય તો વળતર મળી શકે.
  ડ્રાઇવિંગ વખતે મારા વાહનનો વીમો, પી.યુ.સી., આર.સી.બુક સહિતના પુરાવા ચેક થયા હતા. વાહનની પોલીસી ઓનલાઇન દેખાતી ન હોવાથી મારી કાર ડિટેઇન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ મેં ઘરેથી પોલિસીની હાર્ડકોપી મંગાવી રજૂ કરતાં મારી કાર જવા દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો પરિપત્ર કે આદેશ કરાયો નથી. પરંતુ આર.ટી.ઓ. અધિકારીઓ મનમાની કરે છે. પૂરતા પુરાવા ના હોય તો ટેસ્ટ ટ્રેક પરથી અરજદારને પરત કાઢે છે. બે મહિને ટેસ્ટની એપોઇમેન્ટ મળે છે અને કોરોનાની મહામારીમાં આર.ટી.ઓ. કચેરી આડેધડ નિર્ણયથી લોકોને પરેશાન કરે છે.

 

Download Our B K News Today App



Related News