નાળોદર ગામે મોડલ ડે સ્કૂલમાં ચાર ધોરણ વચ્ચે માત્ર ૧ શિક્ષક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-05 13:09:49
  • Views : 326
  • Modified Date : 2021-08-05 13:09:49

     વાવ તાલુકાના નાળોદર ગામે સરકાર દ્વારા મોડલ ડે સ્કૂલ ચાલે છે જેમાં ચાર ધોરણ વચ્ચે ફક્ત એક પ્રવાસી શિક્ષક ફરજ બજાવે છે જેને લઈ વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

     વાવ તાલુકાના નાળોદર ગામે ધોરણ ૯ થી ૧૨  માં ૮૪ બાળકો અભ્યાસ કરે છે ૧૦ બાળકો ઓનલાઈન અભ્યાસ કરે છે  ૯૪ બાળકો સામે ફક્ત એક પ્રવાસી શિક્ષક ફરજ બજાવી રહ્યા છે સરકાર દ્રારા કરોડોના ખર્ચે મૉડલ ડે સ્કૂલનું બિલ્ડીંગ પણ બનાવી દીધાને એક વર્ષ થયું છતાં આ શાળાના વિધાર્થીઓ પ્રાથમિક શાળાના બે જુના રૂમોમાં અભ્યાસ કરી રહ્યા છે શાળામાં એક માત્ર એક શિક્ષક હોઈ વિધાર્થીઓને ખુલ્લામાં ભણાવી રહ્યા છે જેને લઈ સત્વરે આ મોડલ ડે સ્કૂલની બિલ્ડિંગમાં શાળા શરૂ કરી શિક્ષકો ભરવામાં આવે તેવી વાલીઓની માંગ ઉઠી છે નહિતર બાળકોનું ભવિષ્ય અંધકારમય બનશે તેવું લાગી રહ્યું છે.

Download Our B K News Today App



Related News