અમદાવાદની મહિલાએ 5 હજારની ખરીદીનો ઓર્ડર આપતાં 50 હજાર કપાઈ ગયા, એક લિંક પર ક્લિક કરતાં બે-બેવાર અકાઉન્ટમાંથી પૈસા ઊડી ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:41:07
  • Views : 318
  • Modified Date : 2021-01-23 12:41:07

    નારોલની એક મહિલાએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, મહિલાએ ઓનલાઈન કરિયાણું ખરીદ્યું હતું, પરંતુ સામાન ડિલિવર ન થતાં ગૂગલમાંથી કસ્ટમર કેરમાં કોલ કર્યો હતો. કસ્ટમર કેરના અધિકારીએ અલગ-અલગ લિંક પર ક્લિક કરાવી મહિલાના અકાઉન્ટમાંથી કુલ 49998 રૂપિયા ઉપાડી લીધા હતા. મહિલાની ફરિયાદને આધારે સાઇબર ક્રાઈમે તપાસ શરૂ કરી દીધી છે.

    નારોલમાં રહેતાં 25 વર્ષીય અનામિકાબેન પીપલજ રોડ પરની એક્સપોર્ટ કંપનીમાં એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. ગત ઓગસ્ટ માસમાં તેમણે રાત્રે ગ્રોફર્સ નામની એપ્લિકેશનથી રૂ.5623નું કરિયાણું ઓનલાઈન ગૂગલ પેથી ઓર્ડર કર્યું હતું. ચાર દિવસ બાદ આ એપ્લિકેશનમાં જોયું તો ઓર્ડર ડિલિવર થઈ ગયો હોવાનું બતાવ્યું હતું, જોકે તેમને કોઈ સામાન મળ્યો ન હતો. જેથી ગૂગલમાં ગ્રોફર્સનો કસ્ટમર કેર નંબર સર્ચ કરતા એક નંબર મળ્યો હતો. આ નંબર પર ફોન કરતાં હિન્દી ભાષી વ્યક્તિએ ફોન ઉપાડી તેમના સિનિયર વાત કરશે એમ જણાવ્યું હતું.

    બાદમાં એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું હતું કે એરર આવવાને કારણે સામાન ડિલિવર બતાવે છે, પણ એ ઓર્ડર કેન્સલ થયેલો છે. આ વ્યક્તિએ રિફંડ મેળવવા માટે એક લિંક આવશે, તેમાં જણાવ્યા મુજબ પ્રોસેસ કરવાનું કહેતાં એસએમએસમાં જે લિંક હતી એમાં જરૂર મુજબની વિગતો આ મહિલાએ ભરી હતી. બાદમાં any desk નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતાં જ આ મહિલાના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયા હતા ને કુલ 49,998 રૂપિયા ઊપડી ગયા હતા. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમનો સંપર્ક કરી અરજી આપતાં હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Download Our B K News Today App



Related News