બે દિવસમાં ૧૩ લાખ કરતા વધુ માઇભક્તોએ માં અંબાના ઓનલાઈન દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:46:50
  • Views : 346
  • Modified Date : 2020-08-29 11:46:50

કોરોના મહામારીને પગલે ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલનારા ભાદરવી મહાકુંભમાં આ વખતે માઇભકતો અંબાજી ખાતે માં અંબાના મંદિરના દર્શન કરી શકશે નહી. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરની હવનશાળા ખાતે  ૨૭ ઓગસ્ટથી સહસ્ત્ર નવચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવેલ છે જેનું લાઈવ પ્રસારણ અંબાજી મંદિરની વેબસાઈટ, યૂટ્યૂબ, ટ્‌વીટર સહિત પ્લેટફોર્મ પર ભક્તો છેલ્લા બે દિવસથી દર્શન કરી રહ્યા છે.અંબાજી મંદિરની હવનશાળામાં સવારે  નવ વાગે પ્રાત દેવ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે બે વાગે મહાદેવી પાત્રા સાદન પૂજા કરાઈ હતી અને સાંજે છ વાગે સાંજની આરતી કરી કાર્યક્રમ
પૂર્ણ થયો હતો, આમ બે દિવસમાં ૧૩.૧૦ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા

Download Our B K News Today App



Related News