હવે તહેવારોને ધ્યાનમાં રાખી ગિરનાર ટેમ્પલ રોપવેનુ ઓનલાઈન બુકીંગ શરૂ, પહેલા અઠવાડિયામાં 16 હજાર લોકોએ લાભ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 17:23:53
  • Views : 537
  • Modified Date : 2020-11-04 17:23:53

              દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને હવે ગિરનાર ટેમ્પલ રોપવેનું ઓનલાઈન બુકીંગ શરૂ થઈ ગયું છે. રોપવે શરૂ થયાના એક અઠવાડિયામાં જ 16 હજાર લોકોએ રોપવેનો લાભ લીધો છે. કંપનીએ 1લી નવેમ્બરથી ગિરનાર ટેમ્પલ રોપવેનું બુકિંગ શરૂ કરી દીધુ છે. જેથી પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકિટ હવે www.udankhatola.com વેબસાઈટ ઉપર બુક કરાવી શકાશે.ઉષા બ્રેકેના રિજિયોનલ હેડ દીપક કપલીશે જણાવ્યું હતું કે ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરવાનો ઉદ્દેશ ખાસ કરીને અન્ય શહેરો કે રાજ્યમાંથી આવતા પેસેન્જરોને સાનુકૂળતા કરી આપવાનો છે. અમને ઓનલાઈન ટિકિટ બુકીંગ ઉપલબ્ધ હોવા અંગે ખૂબ પૂછપરછ મળી રહી છે અને અમે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ સુવિધા રજૂ કરી છે.પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકિટ હવે www.udankhatola.com વેબસાઈટ ઉપર બુક કરાવી શકાશે. વપરાશકારો રોપવેના પ્રવાસનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકશે. ગિરનાર રોપવેનુ PM નરેન્દ્ર મોદીએ તા. 24 ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કર્યુ હતું. તેને લોકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કપલીશે વધુમાં જણાવ્યુ હતું કે ગિરનાર રોપવેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક સપ્તાહના ગાળામાં જ આશરે 16000 હજાર લોકોએ રોપવે સર્વિસનો લાભ લીધો છે. આ સર્વિસને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓ અથવા શારીરિક રીતે અસમર્થ લોકો પણ ગિરનારની યાત્રાએ જઈ શકે છે. અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પર્વતના શિખરે પ્રવાસ માટે રોપવે એક પસંદગીનું સાધન બની રહેશે.કપલીશે જણાવ્યું હતું કે અત્યંત આધુનિક રોપવે ધરાવતા આ પ્રોજેકટમાં વાતાનુકૂલિત પ્રતીક્ષા વિસ્તાર, ચાઈલ્ડ કેર રૂમ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ રોપવેથી આ વિસ્તાર ઉપરાંત સમગ્ર સૌરષ્ટ્રમાં પ્રવાસન અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ તથા રોજગારીને વ્યાપક વેગ આપશે તેવી અપેક્ષા છે. કોવિડ-19 મહામારીથી પ્રવાસન પ્રવૃત્તિને માઠી અસર થઈ હતી. અમને વિશ્વાસ છે કે આ રોપવેને કારણે સોમનાથ, દ્વારકા, દીવ વગેરે અન્ય મથકોમાં પણ પ્રવાસન પ્રવૃત્તિ ધમધમી ઊઠશે.

Download Our B K News Today App



Related News