ઓનલાઇન એપ DaniData રાતો રાત બંધ : બનાસકાંઠાના લોકો રાતા પાણીએ રડ્યા, કરોડો રૂપિયા ગુમાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:12:25
  • Views : 493
  • Modified Date : 2022-06-06 11:12:25

 

બનાસકાંઠામાં દાની ડેટા નામની એપમાં  લોકો કરોડો રૂપિયા ખોવાનો  વારો   આવ્યો છે અનેક લોકોએ કરોડ રૂપિયા ગુમાવ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસાના લાખોથી વધુ રૂપિયા આ એપ મા ધોવાય હોવાનનું ચર્ચાઈ રહ્યું છે

 

બનાસકાંઠા માં ઓનલાઈન મોબાઈલ એપથી લોકો એ પૈસા રોક્યા હતા અને તેમાંથી એક મહિનામાં ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી જોકે આ એમ માં અત્યાર સુધી ૧૦૦ કરોડ  થી વધુ રૂપિયા લોકો ને ગુમાવવાનો વારો આવ્યો છે  ધની દાતા એપ માં લોકો ફૂટબોલ મેચમાં રૂપિયા ડબલ કરવાની સ્કીમ હતી અને ઘણા બધા યુવાનો અને શિક્ષિત વર્ગ ના લોકો આ એપમાં પૈસા રોક્યા હતા અને આ પૈસા 10 તારીખ સુધી ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી જેમાં ડીસાના લોકો એક હજારથી લઈને લાખો રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું પહેલા થોડા પૈસા રોકીને તેમને ડબલ કરી આપ્યા હતા ત્યારબાદ ધીમેધીમે લલચાઈને લોકોએ વધારે પૈસા રોકવા અને ફરજ પડી છે જેના કારણે તેઓ  પૈસા ડૂબી જવા પામ્યા હતા.online ધની દાતા ડેઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવતી હતી ત્યારબાદ મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરી તેમાં બેંકની રકમ નાખવામાં આવી હતી લીંક ઓપન કરવાથી હોમ સ્ક્રીન પર લેવામાં આવતી હતી મોબાઈલ નંબર પાસવર્ડ નાંખીને કોડ અને  બાદ રજીસ્ટ્રેશન થતું હતું ઓટોમેટીક પાસવર્ડ પણ સેવ થતો હતો એપ્લિકેશનથી બેંક મારફતે 400'600'3600 નું અંદર રિચાર્જ કરીને આ ગેમ રમવા માટે ચાલુ કરવામાં આવતી હતી અમુક ગેમ માં પૈસા નાખ્યા પછી ફોન ચાલુ હોય એટલે સાંજ સુધી તેમાં બીજી રકમ એડ થતી હતી અને એક મહિના સુધી જેટલા રૂપિયા નાખ્યા હોય તે રૂપિયા ડબલ થઇ જતા હતા જેમાં તમારો ફોન ચાલુ કરીને મૂકી દેવામાં આવતો હતો આવી રીતે થોડા પૈસા રોક્યા બાદ વધુ લાલચ આવતા લોકોએ થોડા થોડા કરીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું લાખોથી પણ વધુ રૂપિયાનું રોકાણ આ ગેમમાં લોકોએ કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે.

Download Our B K News Today App



Related News