ત્રણ દિવસમાં ૧૮ લાખ ભકતોએ ઓનલાઇન દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 11:49:36
  • Views : 376
  • Modified Date : 2020-08-30 11:49:36

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. દેશના ૫૧ શક્તિપીઠોમાં આધ્ય શક્તિપીઠ તરીકે અનેરું મહત્વ ધરાવે છે. આ મંદિર ખાતે કોઈ મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી પણ વિસા યંત્રની
પૂજા કરાય છે. સવારે માતાજીને બાળભોગ
બપોરે રાજભોગ અને સાંજે સાંયભોગ માતાજીને ધરાવવામાં આવે છે.  હાલમાં ભાદરવી પર્વ ચાલી રહ્યો છે પરંતુ અંબાજી તરફના માર્ગો સુમસામ છે, કોઈ સેવા કેમ્પ જોવા મળતા નથી, ભક્તો પણ સંઘ લઈને અંબાજી તરફ આવતા નથી. ત્યારે આ ભાદરવી ૨૦૨૦ નો મેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિશ્વમાં રહેતા માઈ ભક્તોની આસ્થાને લઈને મંદિર ટ્રસ્ટ તરફથી સાત દિવસ સુધી ગબ્બર મંદિર, અંબાજી મંદિર, હવનશાળા સહિત ગર્ભગૃહના દર્શન ઓનલાઇન કરવામાં આવ્યા છે. જે દર્શન માઈભક્તો મોબાઈલ અને કોમ્પ્યુટરમા માં અંબાના ૧૮ લાખ ભક્તોએ દર્શન ત્રણ દિવસમાં કર્યા હતા.
શનિવારે સવા થી મંદિરની હવનશાળા ખાતે યજ્ઞ પ્રારંભ થયો હતો. જેમા અંબાજી મંદિરના બાંધકામ શાખાના ગિરીશભાઈ પટેલ યજમાન તરીકે બેઠા હતા. આ સાથે અંબાજીના વિદ્વાન બ્રાહ્મણો પણ હવન કુંડ આસપાસ માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરના ગર્ભગૃહ આગળ પણ સંસ્કૃત
પાઠશાળાના વિદ્યાર્થીઓ માતાજીના પાઠ કરી રહ્યા છે. ૨૭ થી ૨ તારીખ સુધી અંબાજી મંદિર ખાતે વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ કલ્યાણ માટે સમગ્ર વિશ્વમાં  કોરોનાનો  કહેર ખત્મ થાય તે માટે આ સહસ્ત્ર નવચંડી યજ્ઞ અંબાજી મંદિર ખાતે હાલ ચાલી રહ્યો છે અંબાજી મંદિરના અધિકારીગણ, કર્મચારી ગણ સહિત વિદ્વાન બ્રાહ્મણો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News