ડુંગળી ઉગાડી પણ બિયારણ જ નકામું નીકળતા પૈસાનું થયુ પાણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-21 14:40:06
  • Views : 82
  • Modified Date : 2024-01-21 14:40:06

અમરેલીના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યુ અને બિયારણ નબળુ નીકળતા ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. મહિનાઓની મહેનત અને રૂપિયાનું પાણી કરીને અમરેલીના ખેડૂતોએ ડુંગળી ઉગાડી પણ તેનું બિયારણ જ સાવ નકામું નીકળતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અમરેલીના વડીયા પંથકના ખેડૂતોને નબળી ગુણવત્તાના ડુંગળીના બીજ મળ્યા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ તેમણે 2500 રુપિયા કિલો ડુંગળીનું બિયારણ F 1 હાઈબ્રિડ ક્લશ કંપનીનું ખરીદ્યું હતું. પરંતુ ડુંગળીના બિયારણ બાદ 4 મહિનાના તેનો ફાલ ન આવતા ને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ તરત જ કંપનીના ડીલરો અને અધિકારીઓને રજૂઆત કરી પણ તેમની મુશ્કેલી સાંભળે છે કોણ ? અને સાંભળે તો સમજે છે કોણ ?અધિકારીઓ તપાસમાં તો આવ્યા અને રિપોર્ટ તૈયાર કરીને મોકલશે પણ ખરા પણ આ બધું જ ઉકેલ તરફ જતું હોય એમ લાગવાને બદલે સરકારી જવાબ હોય એવું વધુ લાગે છે.તપાસમાં આવેલા અધિકારીઓ સમક્ષ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો, રકઝક કરી. આ તરફ ડુંગળીનો પાક હવામાનને કારણે બગડ્યો હોવાનું કંપનીનું કહેવું છે. અધિકારીઓની સરકારી ઢબની કામગીરીને કારણે ખેડૂતોની ફિકર ઓર વધી ગઈ છે. તેમની માગ છે કે તેમને નુકસાનીનું વળતર આપવામાં આવે અને આવા નબળી ગુણવત્તાનું બીયારણ આપનારી કંપનીઓ અને ડીલરો સામે સખત પગલાં લેવામાં આવે જેથી કરીને બીજીવાર ખેડૂતોએ આ રીતે ફટકો સહન કરવાનો વારો ન આવે.

Download Our B K News Today App



Related News