ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં શોપિંગ સેન્ટરના ચાલી રહેલા કામ પર નગરપાલિકા દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 11:02:54
  • Views : 275
  • Modified Date : 2022-05-08 11:02:54


ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં શોપિંગ સેન્ટરના ચાલી રહેલા કામ પર નગરપાલિકા દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે..

લાઠી બજારથી હરિઓમ શાળા તરફ જતાં વ્હોલામાં એકતા એજન્સીની બાજુમાં આ શોપિંગ સેન્ટરના બાંધકામનું કામ ચાલુ છે.. આ કામકાજ શરૂ કરતાં પહેલા શોપિંગ કોમ્પ્લેક્ષના માલિક દ્વારા મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં તે અંગે ડીસા નગરપાલિકા દ્વારા અગાઉ ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી હતી અને નોટિસ ફટકાર્યા બાદ શોપિંગ કોમ્પ્લેક્ષના માલિકને પોતાનો જવાબ રજૂ કરવા માટે પાલિકા કચેરી બોલાવવામાં આવ્યો હતો.. પરંતુ શોપિંગ કોમ્પ્લેક્ષના માલિક દ્વારા આ નોટિસનો કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં ના આવતા આજે ડીસા નગરપાલિકાના દબાણ શાખાના અધિકારી મનોજભાઇ પટેલ અને સંદીપભાઈએ ચાલી રહેલા બાંધકામને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો મનાઈ હુકમ આપ્યો છે.. આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેમણે પોતે બહાર હોવાનું જણાવ્યુ હતું..

Download Our B K News Today App



Related News