ડીસા ના થેરવાડા દૂધ ડેરી નજીક ચાલુ વિજવાયર તૂટી પડતા દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 12:22:08
  • Views : 234
  • Modified Date : 2022-07-08 12:22:08

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે દૂધ ડેરી નજીક ચાલુ વિજવાયર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.આ અંગે સ્થાનિક લોકોએ વિદ્યુત બોર્ડમાં રજુવાત કરવામાં આવી હોવા છતાં કોઈ કર્મચારી કલાકો સુધી ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.....

 

ડીસા સહી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા ઋતુની શરૂઆત થતા ની સાથે જ અનેક જગ્યા ઉપર વીજ વાયરો તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે વારંવાર વીજવાયરો તૂટતા અનેક જગ્યા ઉપર શોર્ટ સર્કિટના કારણે મોટું નુકસાન થવાના અહેવાલ પણ અનેકવાર સામે આવ્યા છે પરંતુ વિદ્યુત બોર્ડના અધિકારીઓ જાણે લોકોને કોઈ જ પરવા ન હોય તેમ વીજ વાયર તૂટ્યા હોવા છતાં પણ કલાકો સુધી સ્થળ પર પહોંચતા નથી જેના કારણે સ્થાનિક લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના આજે ડીસાના થેરવાડા દૂધ મંડળી નજીક એક ચાલુ  વીજ વાયર ધડાકાભેર તૂટી પડતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી બનાવ ના પગલે આસપાસ ના લોકો એકઠા થયા હતા અને વીજ પુરવઠો બન્ધ કરવા માટે જી ઇ બી કચેરી માં ફોન કરી જાણ કરવા છતાં પણ કલાકો સુધી કોઈ વીજકર્મી આવી અને વીજ પુરવઠો બન્ધ ના કરતા સ્થાનિકો ના જીવ પડીકે બંધાયા હતા. એક તરફ વરસાદ ની સિઝન હોવા છતાં પણ વીજ કમ્પનીની બેદરકારી માં પગલે લોકો માં રોષ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News