એક રૂપિયાની નવી નોટ જારી કરશે કેન્દ્ર સરકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 18:04:00
  • Views : 399
  • Modified Date : 2020-02-11 18:04:00

નોટબંધી બાદ દેશમાં રીજર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલીય નવી નોટ જારી કરી ચુક્યું છે.ત્યારે 10 રૂપિયાની નોટથી લઇ 2000 રૂપિયા સુધીની નોટ નવી આવી ચુકી છે. ત્યારે હવે એક રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા માટે તૈયારી ચાલી રહીં છે. આમ  આ નોટ આરબીઆઇ નહીં પણ કેન્દ્ર સરકાર લાવી રહીં છે.એક રૂપિયાની નોટ કેન્દ્રનું નાણા મંત્ર્યાલય જારી કરે છે. જ્યારે બાકી નોટની પ્રિન્ટીંગની જવાબદારી આરબીઆઇની હોય છે. આ નોટ પર આરબીઆઇના ગવર્નરની સહી નહીં પરતુ રેવેન્યુ સેક્રેટરીની સહી હોય છે.આમ એક રૂપિયાની નવી નોટમાં 'Government of India' ની ઉપર ‘ભારત સરકાર’ લખેલું હશે,આ નવી નોટમાં નાણા મંત્ર્યાલયના સચિવ અતનુ સક્રવર્તી બે ભાષામાં સહી કરશે,એક રૂપિયાની નવી નોટ નવા સિક્કાની જેમ હશે જેમાં ‘₹’ ના સિમ્બોલની સાથે સત્યમેવ જયતે અને નંબરિંગ પેનલમાં કેપિટલમાં ‘₹’ લેટર છાપ્યો હશે, નોટ પર નંબરિંગ કાળા રંગમાં નીચેથી જમણી તરફ હશે અને આંકડા ડાબી બાજુથી મોટા આકારમાં વધતા રહેશે, પહેલા ત્રણ આંકડાની સાઇઝ એક સરખી હશે, નોટની પાછળની તરફ વર્ષ 2020 અને  ‘₹’ ના સિમ્બોલની સાથે 'Government of India' ની ઉપર ‘ભારત સરકાર’ લખેલું હશે, નવી નોટની સાઇઝ 9.7 અને 6.3 સેન્ટીમીટર હશે, એક રૂપિયાની નવી નોટમાં મલ્ટી ટોનલ વોટરમાર્ક હશે.

Download Our B K News Today App



Related News