પાલનપુરના ઈકબાલગઢ નજીક નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 10:53:12
  • Views : 309
  • Modified Date : 2022-05-08 10:53:12

 

આગળ જઈ રહેલા  ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા પાછલુ ટ્રક આગળના ટ્રકમાં ઘૂસતા ટ્રક ચાલક ફસાયો

 

 ટ્રક ચાલકને નીકળવા ત્રણ કલાકથી વધુ નીકળવા માટે રેસ્ક્યૂ કરાયેલું

 

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નેશનલ હાઈવે પર એક રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ટ્રક આગળના ટ્રક સાથે અથડાયું હતું જેને લઈ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટયા હતા જેમાં પાછળના ટ્રક ચાલક ટ્રક ફસાતા 3 કલાકથી વધુનો રેસ્કયુ કરી સ્થાનિક લોકોએ બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજે સવારમાં સવારે એક રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રક નંબર Gj07Tu1647 ના ચાલકે ઇકબાલગઢ નેશનલ હાઈવે ઉપર અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ટ્રક નંબર GJ12bt1897 આગળના ટ્રક સાથે અથડાયું હતું જેને લઈ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટયા હતા જોકે ટ્રક નંબર Gj07Tu1647 ના ચાલક અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાવાના કારણે ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો જોકે પાછળલા ટ્રક ચાલક અકસ્માતના કારણે ટ્રકમાં ફસાતા સ્થાનિક લોકોની મદદથી ત્રણ કલાક સુધી ટ્રક ચાલકને રેસ્કયુ કરી નીકાળવામાં પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આખી રે ટ્રકના ચાલકે પ્રાણ પંખેરુ છોડ્યું હતું જોકે સતત ત્રણ કલાક સુધી મહેનત કરતા લોકોએ અકસ્માતમાં ચાલક પ્રાણ-પંખેરું છોડતા આંખોમાં આંસુ આવી ગયા હતા જોકે ઘટના સ્થળે પહોંચેલી અમીરગઢ પોલીસ ના પીએસઆઇ એમ કે ઝાલાના ઘટનાના જોઈ તેમની આંખોમાં પણ આંસુ આવ્યા હતા જે બાદ અમીરગઢ પોલીસે હાઇવે ઓથોરિટી સહિત ટીમ દ્વારા ઇકબાલગઢ નેશનલ હાઈવે ઉપરથી ટ્રાફિક નિયંત્રણ કરાવી મરનાર ઈસમ પીએમ અર્થે ખસેડી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News