થરાદના દુધવા ગામ નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-16 12:55:32
  • Views : 284
  • Modified Date : 2021-12-16 12:55:32

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી..જિલ્લામાં એક બાદ એક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અનેક માસુમ લોકોની જિંદગી હોમાઈ રહી છે..મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે..બનાસકાંઠામાં ગતરોજ અમીરગઢમાં હાઇવે પર બે અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા ત્યારે આજરોજ થરાદના દુધવા ગામ નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું..ભારતમાલા રોડની બંન્ને બાજુ કામગીરીના કારણે સાંકડા બનેલા થરાદ સાંચોર હાઇવે પર બપોરે કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજપુત સમાજના અગ્રણી અને પીલુડા માર્કેટયાર્ડના વેપારીનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ નિપજ્યું હતું..ટ્રોલીમાં ભરેલી સિમેન્ટની થાંભલી બહાર હોવાથી સાઇડ લેતા સમયે કારને ટકરાઇ હતી જેના કારણે વેપારીનું મોત નીપજયું હતું.... થરાદ તાલુકાના રાજપુત સમાજના અગ્રણી અને પીલુડા માર્કેટયાર્ડમાં વેપારી પેઢી ધરાવતા પીલુડા ગામના 65 વર્ષીય વેપારી દેવરાજભાઈ સાજણભાઈ રાજપુત તથા અન્ય એક વ્યક્તિ સાથે થરાદ તરફ આવી રહ્યા હતા જેમનો બપોરના સુમારે દુધવા-જાણદી વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી જ્યારે દેવરાજભાઇને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યુ હતું..ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે ખાનગી વાહનમાં વધુ સારવાર અર્થે થરાદથી ડીસા ખાતે ખસેડાયા હતા. જ્યારે લાશને સરકારી હોસ્પીટલમાં પીએમ માટે મોકલી પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News