દારૂની 2304 બોટલ સાથે ચલાલી નવાપુરામાંથી એક શખ્સ પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-15 19:54:16
  • Views : 56
  • Modified Date : 2025-05-15 19:54:16

નડિયાદ : ચકલાસી પોલીસે ચલાલી શક્તિનગરમાં દારૂ ગાળવાના વોશ સાથે બે મહિલાઓને ઝડપી પાડી હતી. જ્યારે ચલાલી નવાપુરામાંથી વિદેશી દારૂની બોટલ ૨૩૦૪ કિંમત રૂ.૪,૪૨,૫૮૪ ના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. આ ઉપરાંત ખેડા ટાઉન પોલીસે ખેડા કેમ્પ પાછળ મકાનમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચકલાસી પોલીસે બાતમી આધારે ચલાલી શક્તિનગરમાં રહેતી રમીલાબેન દેસાઈભાઈ તળપદાને ૪૦૦ લીટર દારૂ ગાળવાનો વોશ કિંમત રૂ.૧૦,૦૦૦ સાથે જ્યારે નીતાબેન કિરણભાઈ તળપદાને દારૂ ગાળવાનો વોશ ૧,૦૦૦ લીટર કિંમત રૂપિયા ૨૫,૦૦૦ તથા પ લિટર દેશી દારૂ કિંમત રૂ.૧,૦૦૦ નો મળી ૨૬,૦૦૦ ના જથ્થા સાથે ઝડપી પાડી હતી. 

આ ઉપરાંત ચકલાસી પોલીસે ચલાલી નવાપુરામાં રહેતા હિતેશભાઈ પ્રવીણભાઈ સોઢા પરમારને વિદેશી દારૂની બોટલ નંગ ૨૩૦૪ કિંમત રૂ.૪,૪૨,૫૮૪ ના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.  

આ ઉપરાંત ખેડા કેમ્પ તાલીમ શાળા પાછળ રહેતો રામસિંહ હરિસિંહ સોઢા પરમાર મકાનમાં વિદેશી દારૂ છુપાવી છૂટક વેચાણ કરતાની બાતમીના આધારે પોલીસે રેડ પાડતા રામસિંહ સોઢા પરમારને બંધ મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૪૫ કિંમત રૂ.૯,૦૦૦ના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News