રોઝમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-17 14:57:05
  • Views : 100
  • Modified Date : 2023-10-17 14:57:05

રોઝમ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં અગાઉ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે. હજી વધુ એકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે વડોદરા લઇ જવાયો છે.દાહોદ ગોધરા હાઈવે પર રોઝમ પાસે અજાણ્યા વાહને પગપાળા સંઘમાં જતા 3 વ્યક્તિને ટક્કર મારી હતી. આ પગપાળા સંઘ નાળવાઇથી પાવાગઢ માટે રથ સાથે નીકળ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News